Mahendra agrawal governor

Indian Red Cross Society Danta: ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી દાંતા તાલુકા બ્રાન્ચ ને બે ઓક્સિજન કોન્સન્ટ્રેટર્સ રાજ્યપાલ ના હસ્તે અધ્યક્ષ મહેન્દ્ર અગ્રવાલ ને સુપ્રત કરવામાં આવ્યા

અહેવાલ: ક્રિષ્ના ગુપ્તા

Indian Red Cross Society Danta: ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી ની બ્રાન્ચો માં આજે 350 જેટલા ઓક્સીજન કોન્સન્ટેટર્સ ગુજરાત રાજ્ય ના રાજ્યપાલ આચાર્ય દેવવ્રત ના હસ્તે આપવામાં આવ્યા છે

અંબાજી, ૧૮ જુલાઈ: Indian Red Cross Society Danta: ગુજરાત માં કોરોના ની ત્રીજી લહેર આવેજ નહીં તેવી આશા સેવાઈ રહી છે પણ જો ત્રીજી લહેર આવી જાય તો રાજ્ય સરકાર તમામ પ્રકારે અગમચેતી ના તમામ પગલાં લઈ રહી છે. જોકે સરકાર ની સાથે ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી ગુજરાત રાજ્ય બ્રાન્ચ પણ સતર્ક બની છે ને કોઈ વ્યક્તિ ઓક્સીજન ના કારણે મૃત્યુ ન પામે તેને લઈ રાજ્ય ની તાલુકા અને જિલ્લા ની ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી ની બ્રાન્ચો માં આજે 350 જેટલા ઓક્સીજન કોન્સન્ટેટર્સ ગુજરાત રાજ્ય ના રાજ્યપાલ આચાર્ય દેવવ્રત ના હસ્તે આપવામાં આવ્યા છે.

Indian Red Cross Society Danta: દાંતા તાલુકો મહત્તમ આદિવાસી વિસ્તાર છે ને તેવા માં કોરોના ની ત્રીજી લહેર દરમિયાન ઓક્સીજન ની જરૂરિયાત પુરી કરવા અંબાજી મંદિર દેવસ્થાન ટ્રસ્ટ અને ભારત સરકાર દ્વારા ઓક્સીજનના બે પ્લાન્ટ પણ અંબાજી ખાતે સ્થાપિત કરવામાં આવ્યા છે. જયારે ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી દાંતા તાલુકા બ્રાન્ચ ને બે ઓક્સીજન કોન્સન્ટેટર્સ અમદાવાદ ખાતે યોજાયેલા એક કાર્યક્રમ માં ઈન્ડીયન રેડક્રોસ સોસાયટી ગુજરાત રાજ્ય બ્રાંચ ના પ્રમુખ અને રાજ્યપાલ શ્રીઆચાર્ય દેવવ્રત ના હસ્તે દાંતા તાલુકા ના અધ્યક્ષ મહેન્દ્ર અગ્રવાલ ને સુપ્રત કરવામાં આવ્યા હતા.

દેશ-દુનિયા ની ખબરો પોતાના મોબાઇલ માં વાંચવા માટે અહીં ક્લિક કરો

જે ખાસ કરી ને અંતરિયાળ વિસ્તારો માં ઉપયોગી નીવડે તેવી આશા સેવામાં આવી રહી છે જોકે ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી દાંતા તાલુકા બ્રાન્ચ દ્વારા કોરોના ના ટેસ્ટ વધુ માં વધુ થાય સાથે કોઈ રસીકરણ વગર રહી ના જાય તેવા પ્રયાસો પણ કરી રહી છે જેને લઈ હવે અંબાજી દાંતા તાલુકા પંથક માં કોરોના ની લડાઈ માં ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી દાંતા તાલુકા બ્રાન્ચ પણ સતર્ક બની છે

આ પણ વાંચો: Pradipsinh jadeja in Surat: સુરત શહેર માટે નવા પાંચ પોલીસ સ્ટેશનો મંજૂર કરવામાં આવ્યા, વિશ્વાસ-૨ પ્રોજેકટ હેઠળપોલીસ સ્ટેશનોને મળશે આ સુવિધા