JMC Police award 2

જાણો શા માટે આજના દિવસે જામનગર પોલીસ બેડામાં ખુશી વ્યાપી ગઈ….

WhatsApp Image 2020 08 14 at 4.44.20 PM

રિપોર્ટ:જગત રાવલ
જામનગરના પોલીસ બેડા માટે આજે ખુશીનો દિવસ છે કારણકે તેમના જ બે સહ કર્મચારીની રાષ્ટ્રપતિ ચંદ્રક માટે પસંદગી થવા પામી છે જામનગરમાં એસટીએસસી સેલમાં ફરજ બજાવતા પોલીસ અધિકારી ડીવાયએસપી જે એસ ચાવડા અને એલસીબીમાં ફરજ બજાવતા પોલીસ કર્મચારી ભરતભાઈ પટેલની રાષ્ટ્રપતિ એવોર્ડ માટે પસંદગી થવા પામી છે. પોલીસ સેવા દરમિયાન ઉત્કૃષ્ઠ કામગીરી કરનાર ડીવાયએસપી જીગ્નેશ ચાવડાએ અનેક મોટા અને ગંભીર ગુનાઓના ભેદ ઉકેલ્યા છે.

JMC Police award

જામનગરમાં પણ એસસીએસટી સેલ ઉપરાંત અન્ય ચાર્જ દરમિયાન પોતાની આગેવાનીની કાબેલિયતના આધારે અનેક પ્રકરણમાં મહત્વની ભૂમિકા ભજવી છે. જયારે એલસીબીમાં ફરજ બજાવતા ભરત મુંગરાએ પોલીસ કોન્સ્ટેબલની ફરજ દરમિયાન જીલ્લાના જુદા જુદા પોલીસ દફતરમાં પોતાની કાબેલિયતનો પરચો કરાવ્યો છે. જેમાં જામનગર ઉપરાંત ધ્રોલ તાલુકા મથકે લુંટ, મર્ડર સહિતની અનેક વારદાત વખતે મહત્વપૂર્ણ કામગીરી કરી અનેક ગુનાઓના ભેદ ઉકેલવામાં પોતાની કુનેહ કામે લગાડી હતી. ભરતભાઈ હાલ એલસીબીમાં ફરજ બજાવી રહ્યા છે.

છેલ્લા ત્રણ-ચાર વર્ષમાં એલસીબીમાં પણ મુંગરાએ મહત્વ પૂર્ણ કામગીરી કરી છે. આ સમગ્ર કામગીરીને ધ્યાને લઇ સરકાર દ્વારા આ બને જાબાઝ પોલીસ કર્મી ની રાષ્ટ્રપતિ ચંદ્રક માટે પસંદગી કરવામાં આવતા જામનગરના પોલીસ બેડા માં આનંદ ની લાગણી જોવા મળી રહી છે.