જામનગરમાં તંત્ર દ્વારા JMC Pulse polio પલ્સ પોલિયો અભિયાનને સફળતા.
જામનગરમાં તંત્ર દ્વારા JMC Pulse polio પલ્સ પોલિયો અભિયાનને સફળતા..
સમગ્ર ગુજરાત રાજ્ય ની સાથોસાથ જામનગર માં પણ જામનગર મહાનગર પાલિકા (JMC Pulse polio)દ્વારા અલગ અલગ સ્થળો પર પલ્સ પોલિયો ડ્રાઈવ ની આજે સવારથી જ શરૂઆત કરી દેવામાં આવી છે અને 0 થી 5 વર્ષ ના તમામ બાળકો ને પોલિયો ની રસી આપવામાં આવી રહી છે
હાલ કોરોનાની વેકસીન આપવાની ડ્રાઈવ કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા ચલાવવામાં આવી રહી છે ત્યારે સાથો સાથ સરકાર દ્વારા આજે (JMC Pulse polio) પલ્સ પોલિયો ની ડ્રાઈવનું પણ આયોજન કરવામાં આવ્યું છે જામનગર મહાનગર પાલિકા દ્વારા શહેર ના અલગ અલગ વિસ્તારો માં આંગણવાડી, આરોગ્ય કેન્દ્રો અને જાહેર જગ્યાઓ પર અંદાજે 450 થી વધુ પોલિયો બૂથ ઊભા કરવામાં આવ્યા છે
અને શેહર ના 0 થી 5 વર્ષના તમામ બાળકો ને પોલિયો ની રસી મળે તે પ્રમાણે ની સુવિધા ઊભી કરવામાં આવી છે ઉપરાંત જેએમસી ના આરોગ્ય વિભાગના લાયઝેનિંગ ઓફિસર હેલ્થ ઓફિસર આંગણવાડી અને આશાવર્કર સહિતનો તમામ સ્ટાફ આ વ્યવસ્થા માં જહેમત ઉઠાવી રહ્યો છે