અંગદાન કરશે મહાનાયક અમિતાભ બચ્ચન, સોશિયલ મીડિયા પર શેર કરી તસવીર

અહેવાલ: હેમાલી ભટ્ટ
૩૦ સપ્ટેમ્બર: 77 વર્ષની ઉંમરે બોલીવુડના મહાનાયક અમિતાભ બચ્ચને ઉમદા નિર્ણય લીધો છે. બિગબીએ પોતાના અંગોનું દાન કરવાનો નિર્ણય લીધો છે. આ વિશેની માહિતી અમિતાભ બચ્ચને ટ્વીટર પર તસવીર શેર કરીને આપી. બિગ બીએ ટ્વિટર પર લીલા રંગની રિબન પહેરીને તસવીર શેર કરી. અમિતાભ બચ્ચને ટ્વિટ કરીને લખ્યું કે – મે અંગદાન કરવાનો નિર્ણય લીધો છે. અંગદાનની પવિત્રતા દર્શાવવા માટે મેં લીલા રંગની રિબન ધારણ કરી છે.

તો આ સાથે જ અમિતાભ બચ્ચને બીજી ટ્વિટ પણ કરી જેમાં તેમણે કહ્યું કે તેઓ સતત દિવસના 15 કલાક કામ કરે છે.હાલ કોન બનેગા કરોડપતિના શૂટિંગમાં અમિતાભ બચ્ચન વ્યસ્ત છે. અમિતાભ બચ્ચને અંગદાન કરવાની જાહેરાત કરતા જ ટ્વિટર પર તેમના આ કાર્ય બદલ પ્રશંસા થઈ રહી છે. અમિતાભ બચ્ચનના ઘણા પ્રશંસકોએ પણ ટ્વિટર પર અંગદાન કરવાના નિર્ણય અંગેનું પ્રમાણપત્ર દર્શાવતી તસવીરો શેર કરી.