Petrol pump

Petrol is more expensive in Rajasthan than in Gujarat: ગુજરાત કરતા રાજસ્થાન માં પેટ્રોલ પ્રતિ લિટરે 14 થી 15 રૂપિયા વધારે મોંઘુ

Petrol is more expensive in Rajasthan than in Gujarat: એક બે રૂપિયા નહીં પણ પ્રતિ લિટરે 14 થી 15 રૂપિયા નો મોટો તફાવત

ગુજરાત માં પેટ્રોલ 14 રૂપિયા સસ્તું અને ડીઝલ માં પણ રૂપિયા 4 નો તફાવત

અહેવાલ: ક્રિષ્ના ગુપ્તા
અંબાજી, 03 એપ્રિલ:
Petrol is more expensive in Rajasthan than in Gujarat: હાલ માં સતત રોજિંદા વધતા જઈ રહેલા પેટ્રોલ, ડીઝલ ના ભાવો ને લઈ રાજ્યભર ના વાહનચાલકો પરેશાન છે ત્યારે આપણા પાડોસી રાજ્ય રાજસ્થાન કરતા ગુજરાતમાં પેટ્રોલ ડીઝલ સસ્તું હોવાથી ને ભાવ માં મોટો તફાવત જોવા મળી રહ્યો છે ને લઈ વાહનચાલકો પણ રાહત અનુભવી રહ્યા છે

ગુજરાત માં હાલ રોજે રોજ પેટ્રોલ ડીઝલ ના ભાવ માં વધારો નોંધાઈ રહ્યો છે (Petrol is more expensive in Rajasthan than in Gujarat) ત્યારે અંબાજી નજીક માત્ર 5 થી 6 કિલોમીટર દૂર પાડોશી રાજ્ય રાજસ્થાન માં પેટ્રોલ ના ભાવ ને લઈ વિપરીત પરિસ્થિતિ જોવા મળી રહી છે રાજસ્થાન કરતા ગુજરાત માં પેટ્રોલ એક બે રૂપિયા નહીં પણ લિટરે રૂપિયા 14 થી 15 નો તફાવત જોવા મળતા રાજસ્થાન ના અનેક વાહનચાલકો ફ્યુલ ભરાવવા ગુજરાત આવી રહ્યા છે જેને લઈ અંબાજી ના પેટ્રોલપંપ ઉપર વાહનો ની લાંબી કતાર જોવા મળી રહી છે એટલુંજ નહીં રાજસ્થાન તરફ જતા વાહનો પણ ભાવ માં મોટો તફાવત હોવાથી અંબાજી થી ફ્યુલ ટેન્ક ફૂલ કરાવી ને જાય છે

Petrol pump meeter

હાલ તબક્કે જે રીતના પેટ્રોલ ડીઝલ ના ભાવ માં ફેરફાર જોવા મળી રહ્યો છે તેવા માં વાહનચાલકો ને એકબીજા રાજ્ય માં અવરજવર કરવી પડતી હોય છે એટલુંજ નહીં ખાસ કરીને રાજ્ય ની સરહદ પર ના ગામ અને શહેરો માં એકબીજા રાજ્યો ની અવરજવર વારંવાર રહેતી હોવાથી વાહનચાલકો પણ તમામ રાજ્ય માં પેટ્રોલ ડીઝલ ના ભાવ એક સમાંતર થાય તેવી માંગ કરી રહ્યા છે.

આ પણ વાંચો..writer’s Thoughts: તકલીફમાં તકદીર ફરે છે..

Gujarati banner 01