સુરતમાં કેસ વધતા તંત્રએ જાહેર કર્યુ નવું જાહેરનામુ, વિવાદ થતા તેમાં પણ ફેરફાર કરવા પડ્યા, 7 દિવસના હોમ ક્વોરન્ટાઇન(quarantine)ના નિર્ણયમાં ફેરફાર

સુરત, 18 માર્ચઃ સુરત બહારથી આવતા તમામ લોકોએ ફરજ્યાત સાત દિવસ ક્વોરન્ટાઇન(quarantine) કરવાનું રહેશે. જોકે, સુરત બહારથી રોજ હજારો લોકો નોકરી ધંધા માટે આવતાં હોય વિવાદ ઉભો થાય તેમ હોવાથી બે કલાકમાં જ મ્યુનિ.એ જાહેરનામું બદલીને રાજ્ય બહારથી આવતાં લોકોએ સાત દિવસ ફરજિયાત કોરોન્ટાઈન રહેવાનું બીજુ સુધારેલું જાહેરનામું બહાર પાડયું હતું. સુરતમાં વધતાં જતા કોરોનાના કેસમાં ટ્રાવેલીંગ હિસ્ટ્રીવાળા પોઝિટિવ આવનારાઓની સંખ્યા 50 ટકા જેટલી હોવાથી મ્યુનિ. તંત્રએ આ સંક્રમણ રોકવા માટે કવાયત હાથ ધરી છે.
બપોરે 12 વાગ્યે મ્યુનિ. તંત્રએ એક જાહેરનામું બહાર પાડયું હતું. જેમાં સુરત બહારથી આવતાં લોકોએ ફરજિયાત સાત દિવસ માટે ક્વોરન્ટાઇન રહેવું તેવું સ્પષ્ટ કર્યું હતું. જો કે, સુરતમાં રોજ હજારો લોકો નોકરી ધંધા માટે બહારથી આવતાં હોય કે સુરત બહાર નોકરી ધંધા માટે જતાં હોય તેવા લોકોની સંખ્યા હજારોમાં છે.
સુરત બહારથી આવતાં લોકો માટે સાત દિવસના ક્વોરન્ટાઇન(quarantine)નો અમલ કરવામાં આવે તો મોટો વિવાદ થાય તેમ હતું. જેના કારણે મ્યુનિ. તંત્રએ બે કલાકમાં જ એટલે બપોરે બે વાગ્યે બીજુ સુધારેલું જાહેર નામું બહાર પાડ્યું છે. તેમાં બહારથી આવતાં લોકોને બદલે રાજ્ય બહારથી આવતાં લોકોએ સાત દિવસ ફરજિયાત ક્વોરન્ટાઇન રહેવું પડશે. બહારથી જે લોકો આવે છે તે લોકોના ઘરમાં અન્ય લોકોને સંક્રમણ ન થાય તે માટે અલગથી હોમ આઈસોલેશન રહેવું પડશે.
આ દરમિયાન જો કોઈ પ્રકારના લક્ષણ જોવા મળે તો તાત્કાલિક કોવિડ ટેસ્ટ કરાવવાનો રહેશે. આ નિયમનું પાલન ન કરનારા સામે એપેડેમિક એક્ટ હેઠળ પગલાં ભરવાની પણ ચીમકી આપી છે.પહેલા મ્યુનિ. તંત્રએ જાહેરનામું બહાર પાડયું હતું તેમાં વિવાદ થાય તેમ લાગતાં મ્યુનિ. તંત્રએ બીજુ સુધારેલું જાહેરનામું બહાર પાડ્યું છે. ભુતકાળમાં જ્યારે કોરોના સંક્રમણ વધતું હતું ત્યારે પણ મ્યુનિ. તંત્ર જાહેરનામું બહાર પડાતું હતું અને વિવાદ થતાં સુધારો કરાતો હતો.
આ પણ વાંચો…
LIC micro bachat policy: LICની આ છે સૌથી સસ્તી પોલીસી જેમાં મળશે સૌથી વધુ નફો- જાણો સંપૂર્ણ વિગત


