Radio unity image 600x337 1

Radio Unity 90 FM: સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત તમે લઈ રહ્યાં હો અને સંસ્કૃતમાં તમારા સ્વાગતના આ શબ્દો રેડિયો પ્રસારણમાં સાંભળવા મળે તો નવાઈ ના પામતા..

Radio Unity 90 FM: રેડિયો યુનિટી ૯૦ એફ.એમ.ના ૧૫ આદિવાસી રેડિયો જોકી યુવા યુવતીઓ બેધડક સંસ્કૃતમાં પ્રસારણ કરી શકે છે

નમો નમઃ સર્વેભ્યમ… મમ નામ ગંગા

અહેવાલ: સુરેશ મિશ્રા
વડોદરા, ૨૨ ઓગસ્ટ:
Radio Unity 90 FM: સંસ્કૃત વિશ્વની આદિ ભાષા છે.વિશ્વની અને અમૂલ્ય વારસા રૂપ આ ભાષા આધુનિક કોમ્પ્યુટર લેન્ગવેજ માટે સહુ થી વધુ સાનુકૂળ – કોમ્પીટીબલ ભાષા ગણાય છે. આ ભાષા અત્યંત વિજ્ઞાન સંગત ભાષા છે. આ વિસરાતા ભાષા વૈભવને લોક ભોગ્ય બનાવવા હવે ભારત સરકાર દ્વારા વિવિધ પ્રયાસો કરવામાં આવ્યા છે. તેમાં સ્ટેચ્યુ ઓફ યુનિટી સત્તા મંડળે એક આગવી અને અનેરી કડી જોડી છે.

Radio Unity 90 FM, CM Rakhi

Souadatga દ્વારા એક નવી પહેલના રૂપમાં ,અત્યારે પ્રસારણ જગતમાં જેનો ખૂબ ક્રેઝ છે તેવા રેડિયો યુનિટી ૯૦ એફ.એમ.નું પ્રસારણ શરૂ કરવામાં આવ્યું છે અને પ્રસારણની એક ભાષા તરીકે દેવભાષા સંસ્કૃતની પસંદગીની વધુ એક આગવી પહેલ કરવામાં આવી છે. આ કોમ્યુનિટી રેડિયો છે જેનું પ્રાયોગિક ધોરણે હાલમાં પ્રસારણ શરૂ કરવામાં આવ્યું છે.

આમ તો ભારતના ભાગ્યે જ કોઈ પ્રવાસન સ્થળ પાસે પોતાનું એફ. એમ.રેડિયો સ્ટેશન હશે. એ રીતે આ પહેલ આમેય વિશિષ્ઠ છે.અને તેમાં સંસ્કૃત ભાષામાં પ્રસારણની પહેલે તેને અતિ વિશિષ્ઠતા આપી છે. જો કે આ નવી પ્રવાસી સુવિધાલક્ષી વ્યવસ્થાની ખૂબીઓની વાત આટલે થી જ અટકતી નથી. આ ટૂરિસ્ટ એફ.એમ. સેવાના કાર્યક્રમો જેમના દ્વારા પ્રસારિત થવાના છે એ તમામ ૧૫ રેડિયો જોકી સ્થાનિક આદિવાસી યુવા યુવતીઓ છે જે ટુરિસ્ટ ગાઈડ અને હવે રેડિયો જોકીની બેવડી ભૂમિકા ભજવવા સક્ષમ છે.

RBSK Yojna: જામનગરની સિંગચ ગામના ગરીબ પરિવારની દોઢ વર્ષની બાળકી માટે સરકારની RBSK યોજના આશીર્વાદરૂપ સાબિત થઈ

તેઓ સંસ્કૃત ભાષામાં બેધડક કેવડીયાના પ્રવાસન આકર્ષણો, સંસ્કૃતમાં એકતા મૂર્તિ ( ના સમજ્યા!! અરે ભાઈ! સ્ટેચ્યુ ઓફ યુનિટી)સહિત તમામની વિગતો પ્રસારણમાં આપી શકે છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાહેબે સ્ટેચ્યુનો પોતાનો રેડિયો હોય અને સંસ્કૃતમાં જાણકારી આપી શકે તેવા ગાઈડ હોય એ પરિકલ્પનાની ભેટ આપી. તેથી આ ભાષા સાહસની પ્રેરણા આ લોકોએ એકતા મૂર્તિના પ્રણેતા પ્રધાનમંત્રી શ્રીમાન નરેન્દ્ર મોદી સાહેબ પાસે થી જ લીધી છે અને ખૂબ મહેનતથી સંસ્કૃત વાક્યો આત્મસાત કરીને તેમની અપેક્ષા સાકાર કરી છે.souadatga દ્વારા તેમને આ ભાષાકીય વિવિધતાની તાલીમ આપવામાં આવી છે તેની નોંધ લેવી રહી.

Radio Unity 90 FM, CM Rakhi

અત્રે જરૂરી નથી તો પણ ઉલ્લેખ કરી લઉં કે સંસ્કૃત એ રાષ્ટ્ર ગૌરવની ભાષા છે અને વિશ્વમાં પરફેક્ટ સાયન્ટિફિક ભાષા તરીકે એને આગવી સ્વીકૃતિ મળતી જાય છે. આ ભાષા પાસે જ્ઞાનનો ભરપુર ખજાનો છે. એટલે હવે જ્યારે તમે સ્ટેચ્યુ ઓફ યુનિટી ને નિહાળતા હો,કેવડિયા વિસ્તારમાં વિવિધ પ્રવાસન આકર્ષણો નિહાળતા હો ત્યારે એફ.એમ. પ્રસારણમાં નીચેના વાક્યો સાંભળવા મળે તો સહેજ પણ નવાઈ ના પામતા…

નમો નમઃ સર્વેભ્યમ્( સહુને વંદન)..
મમ નામ ગંગા.. સર્વેભ્યમ સ્વાગતમ્ કરોમી(સહુ નું સ્વાગત કરું છું)…
કેવડિયા નગરે બહુ ભિન્ન ભિન્ન આકર્ષણ અસંતિ..
આરોગ્ય વન, એકતા ઉદ્યાનમ્, એકતા મુર્તિ એવમ જંગલ સફારી અસંતિ…

સરદાર સાહેબને સહુ થી અનૂઠી અને આદર ભરી, અભૂતપૂર્વ અંજલિ આપવા એકતા મૂર્તિની સ્થાપના કરવામાં આવી છે એ તો સર્વવિદિત છે એવી લાગણી વ્યક્ત કરતા જનસંપર્ક અધિકારી રાહુલ પટેલે જણાવ્યું કે રાષ્ટ્રીય એકતા ને મજબૂત કરવી અને વિવિધતામાં એકતાની ભારતની વિશેષતાને ઉજાગર કરવાનો ઉમદા હેતુ અહીં ડગલે અને પગલે દૃશ્યમાન થાય છે.

એક જ દાખલો લઈએ તો અમારા ટૂરિસ્ટ ગાઈડ ગુજરાતી,હિન્દી, અંગ્રેજી ઉપરાંત મરાઠી, કન્નડ અને તેલુગુ ભાષાઓમાં પ્રવાસીઓને પ્રવાસન આકર્ષણોની જાણકારી આપી શકે છે.એટલે કે અહીં ભાષાની વિવિધતા દ્વારા રાષ્ટ્રીય એકતા સાકાર કરવામાં આવી રહી છે.
છે ને અદ્ભુત વાત..

Whatsapp Join Banner Guj