lab test

Rajkot Game Zone Fire: રાજકોટ દુર્ઘટનામાં મૃતદેહોમાં લોહી નહીં હોવાથી હાડકાંથી DNA ટેસ્ટ કરવા પડ્યા

Rajkot Game Zone Fire:ગાંધીનગર ખાતે ફોરેન્સિક લેબમાં મૃતકોના ડીએનએ ટેસ્ટ કરવામાં આવ્યા

google news png

રાજકોટ, 28 મેઃ Rajkot Game Zone Fire: રાજકોટ ખાતે ગેમિંગ ઝોનમાં થયેલી દુર્ઘટનામાં મૃતદેહની સ્થિતિ એવી થઈ ગઈ છે કે તેમની ઓળખ માટે ડીએનએ ટેસ્ટની મદદ લેવી પડી હતી. ગાંધીનગર ખાતે ફોરેન્સિક લેબમાં મૃતકોના ડીએનએ ટેસ્ટ કરવામાં આવ્યા હતા.

મૃતદેહમાંથી ડીએનએના સેમ્પલ લેવા માટે લોહીની જરૂર હોય છે. પરંતુ રાજકોટની ઘટનામાં લોહી નહીં હોવાથી મૃતકોના હાડકાંને તાત્કાલિક ગાંધીનગર એફ.એસ.એલ ખાતે પહોંચાડવામાં આવ્યા હતા. મૃતકોના હાડકાંને એર એમ્બ્યુલન્સ દ્વારા રાજકોટથી અમદાવાદ પહોંચાડાયા હતા.

આ પણ વાંચો:- TATA Reduced This Car Price: TATAકંપનીએ આ ગાડીના ભાવમાં 22%નો કર્યો ઘટાડો; વાંચો વિગત

ડીએનએ ટેસ્ટમાં અંદાજે 24 કલાક જેટલો સમય થતો હોય છે. મૃતકોના દેહ તેમના પરિવારજનોને સત્વરે મળી રહે તે માટે 18 થી વધુ સભ્યોની એફ.એસ.એલ ટીમ દિવસ રાત કાર્યરત છે. રવિવારે વહેલી સવારે પાંચ વાગ્યાથી જ એફ.એસ.એલની ટીમે કામગીરી શરૂ કરી દીધી હતી. સૌપ્રથમ આવેલા ડીએનએ સેમ્પલમાં બ્લડ અને મૃતકના પોસ્ટમોર્ટમ દરમિયાન લેવાયેલા નમૂના હતા.

દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો