Raju karpada AAP

Raju Karpada statement: રાજકોટ ગેમઝોન જેવી અગાઉની ઘટનાઓમાં ફક્ત નાના માણસોને જેલમાં ધકેલી દેવામાં આવ્યા છે: રાજુ કરપડા

  • Raju Karpada statement: એસઆઈટીના નામના ફક્ત નાટકો થતા હોય છે: રાજુ કરપડા
  • તક્ષશિલા અગ્નિકાંડમાં કોને ન્યાય મળ્યો? વડોદરા અને મોરબીની ઘટનામાં કોને ન્યાય મળ્યો?: રાજુ કરપડા
  • લાંચ લઈને ફરજમાં બેદરકારી બતાવી રહ્યા છે, તેવા સરકારી અધિકારીઓ વિરુદ્ધ કાર્યવાહી નહીં થાય તો અમે લીગલ ટીમની સલાહ અનુસાર હાઇકોર્ટ જઈશું: રાજુ કરપડા
google news png

અમદાવાદ, 27 મે: Raju Karpada statement: આમ આદમી પાર્ટીના કિસાન સેલના પ્રદેશ પ્રમુખ રાજુભાઈ કરપડાએ મીડિયા સમક્ષ પોતાની વાત રજૂ કરતા જણાવ્યું હતું કે, આપણે જોયું છે કે અગાઉ પણ મોરબી બ્રિજકાંડ, સુરતમાં તક્ષશિલા અગ્નિકાંડ, વડોદરામાં હરણી તળાવ કાંડ જેવી અનેક ઘટનાઓમાં ફક્ત નાના માણસોને જેલમાં ધકેલી દેવામાં આવે છે.

પરંતુ જે લોકો મોટા મગરમચ્છ છે, જેઓ રાજકીય વગ ધરાવે છે, તેઓ હંમેશા બચી જતા હોય છે. આવી મોટી જગ્યાની ઓપનિંગમાં આવા મોટા મગરમચ્છોની જોડે કલેકટર, મ્યુનિસિપલ કમિશનર અને પોલીસ અધિકારીઓ હાજર રહેતા હોય છે, જેથી જો કોઈએ આ જગ્યાની ફરિયાદ કરવી હોય તો તેઓ જાય ક્યાં?

આ પણ વાંચો:- Summer Health Care: શું તમે તડકામાંથી પાછા આવ્યા પછી તરત પાણી પીવો છો?, તો વાંચો શું કહે છે નિષ્ણાંત

આપણે અત્યાર સુધી જોતા આવ્યા છીએ કે એસઆઈટીના નામના ફક્ત નાટકો થતા હોય છે. મને જણાવો કે તક્ષશિલા અગ્નિકાંડમાં કોને ન્યાય મળ્યો? વડોદરા અને મોરબીની ઘટનામાં કોને ન્યાય મળ્યો? ફક્ત મોટી મોટી વાતો કરવામાં આવે છે પાંચ દિવસ સુધી અને ત્યારબાદ પહેલા જેવી સ્થિતિ થઈ જાય છે. જેના કારણે સામાન્ય ઘરના લોકો ભોગ બનતા હોય છે. અને સરકાર તરફથી માત્ર વાહિયાત વાતો અને આશ્વાસન આપવામાં આવતું હોય છે.

આજે અમે એક હોસ્પિટલનું ઉદાહરણ લઈને આવ્યા છીએ આવી રીતે ઘણી બધી હોસ્પિટલો, મોલ, સરકારી ઓફિસો, હાયરાઇઝ બિલ્ડીંગોની વિગતો અમે એકઠી કરી રહ્યા છીએ. અને આગામી સમયમાં ફરજ પર લાંચ લઈને ફરજમાં બેદરકારી બતાવી રહ્યા છે, તેવા સરકારી અધિકારીઓ વિરુદ્ધ કાર્યવાહી નહીં થાય તો અમે લીગલ ટીમની સલાહ અનુસાર હાઇકોર્ટ જઈશું.

દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો