Save Water Campaign

Save water campaign: લાખોટા નેચર ક્લબ અને લાયન્સ ક્લબ મેઇન દ્વારા પાણી બચાવો અંગે પ્રદર્શન યોજાયું

Save water campaign: ડી.કે.વી. સર્કલ પાસે વરસાદી પાણી બચાવવા અને જમીન ની ખારાશ રોકવા માર્ગદર્શન અપાયું

જામનગર, 26 ઓક્ટોબરઃ Save water campaign: જામનગર શહેર દરિયા કિનારા નજીક નું શહેર હોય અન્ય શહેરો કરતાં જામનગર માં જમીનના તળ ખારા પાણીથી બચાવવા જરૂરી હોય ત્યારે જામનગર ની પર્યાવરણ પ્રેમી સંસ્થા લાખોટા નેચર ક્લબ જામનગર અને લાયન્સ ક્લબ ઓફ જામનગર (મેઇન) દ્વારા જનજાગૃતિ પ્રદર્શની નું આયોજન કરવામાં આવ્યું હતું

Save water campaign1

શહેર ના હાર્દસમા વિસ્તાર ડી.કે.વી. સર્કલ પાસે યોજાયેલી પ્રદર્શની માં પોસ્ટર અને નિષ્ણાંતો દ્વારા શહેરીજનોને વોટર હાર્વેસ્ટિંગ પાણી બચાવો અંગે જરૂરી માહિતી પૂરી પાડવામાં આવી હતી ખાસ કરીને વરસાદી પાણીને દરિયા માં જતું અટકાવવું, જમીનની ખારાશ કઈ રીતે ઓછી કરવી વિગેરે મુદાઓ શહેરીજનોને સમજાવવામાં આવ્યા હતા આ ઉપરાંત લાખોટા નેચર ક્લબ અને લાયન્સ ક્લબ મેઇન દ્વારા પક્ષીઓને પીવા માટેના 500 પાણીના બાઉલ નું શહેરીજનોને વિનામુલ્યે વિતરણ કરવામાં આવ્યું હતું

આ પણ વાંચો: Corona variant AY.4.2: કોરોનાના AY.4.2 વેરિઅન્ટથી સરકાર ચિંતિત, આરોગ્ય મંત્રીએ કહ્યું- સરકારની નજર આ મામલે છે અને તપાસ થઇ રહી છે

આ સમગ્ર કાર્યક્રમ ને સફળ બનાવવા લાખોટા નેચર ક્લબના પ્રમુખ જગત રાવલ, ઉપપ્રમુખ કમલેશ રાવત, ખજાનચી જય ભાયાણી, સેક્રેટરી ભાવિક પારેખ અને ઉદિત સોની તેમજ લાયન્સ ક્લબ મેઇન ના પ્રમુખ રાજેન્દ્રભાઈ રાયવડેરા, મંત્રી જયદેવભાઈ ભટ્ટ,ખજાનચી જવાહરભાઈ મહેતા, પૂર્વ પ્રમુખ વજુભાઈ પાબરી તેમજ રમેશભાઈ કોટેચા, રેણુકાબેન ભટ્ટ, એ.કે. મહેતા, જયેશભાઈ ગોપીયાણી, કમલભાઈ વ્યાસ, ડોલરભાઈ પોરેચા અને અરવિંદભાઇ વ્યાસે જહેમત ઉઠાવી હતી પક્ષીના પાણીના બાઉલ માટે વજુભાઈ પાબારી અને રાજેન્દ્રભાઈ રાયવડેરા નું આર્થિક અનુદાન મળ્યું હતું

Whatsapp Join Banner Guj