બંટી ઔર બબલી-2’નું શૂટિંગ પૂર્ણ,ક્લિક કરી જાણો કોરોનાકાળમાં કલાકારોનો કેવો રહ્યો અનુભવ?
અહેવાલ: હેમાલી ભટ્ટ
૧૨ સપ્ટેમ્બર:કોરોનાકાળ વચ્ચે સૈફઅલી ખાન,રાની મુખર્જી,સિદ્ધાંત ચતુર્વેદી સ્ટારર ફિલ્મ બંટી ઓર બબલી-2નું શૂટિંગ પૂર્ણ થયુ છે.કોરોનાને ધ્યાને રાખીને આ ફિલ્મ માટે નિર્માતાઓએ આઉટડોરને બદલે ઈનડોર શૂટિંગ કર્યુ. કોરોનાના માહોલમાં શૂટિંગ માટે યશરાજ ફિલ્મ્સે સેટ પર સુરક્ષાની તમામ તૈયારીઓ કરી હતી. દરેક સભ્યનો ટેસ્ટ કરવાની સાથે સેટ પર મેડિકલ સ્ટાફની વ્યવસ્થા પણ કરી રાખી હતી.
આ સિવાય ટીમે આખી કાસ્ટ અને ક્રૂને શૂટ પહેલાં ક્વોરન્ટાઈન કરવામાં આવ્યા હતા,જેથી સેટ પર તમામ લોકો સલામત રહી શકે. ફિલ્મના ડિરેક્ટર વરુણ શર્માના મતે સેટ પર કોઈ અનપેક્ષિત ઘટના થઇ નથી.તો ફિલ્મમાં મુખ્યપાત્ર ભજવી રહેલા સેફઅલી ખાને કહ્યુ કે- યશરાજ ફિલ્મે સલામતી માટે તમામ વ્યવસ્થાઓ કરી હતી.કોરોનાના જોખમને ધ્યાને રાખી તમામ લોકોએ વધુ સાવચેતી રાખી હતી.
મહત્વનું છે કે આ ફિલ્મ બંટી ઔ બબલીની સિકવેન્સ છે,પ્રથમ ભાગમાં રાની મુખર્જી, અભિષેક બચ્ચન અને અમિતાભ બચ્ચન જોવા મળ્યા હતા.પ્રથમ ભાગ પણ દર્શકોને ખુબ પસંદ આવ્યો હતો,ખાસ કરીને ફિલ્મના ગીતો ખુબ જ લોકપ્રિય થયા હતા.