House rain 4

છેલ્લા ૨૪ કલાકમાં રાજ્યના ૨૫૧ તાલુકાઓમાં નોંધપાત્ર વરસાદ

House rain 4


રાજ્યમાં સરેરાશ ૧૦૨.૭૩ ટકા વરસાદ : સૌથી વધુ કચ્છ ઝોનમાં ૧૮૮.૦૪ ટકા અને સૌથી ઓછો પૂર્વ મધ્ય ઝોનમાં ૭૯ ટકા જેટલો સરેરાશ વરસાદ

રાજ્યના સાત તાલુકાઓમાં આઠ ઈંચ થી સાડા તેર સુધીનો વરસાદ વરસ્યો

સૌથી વધુ જામનગર જિલ્લાના જોડિયા તાલુકામાં સાડા તેર ઈંચ
અને મહેસાણાના કડી તાલુકામાં તેર ઈંચથી વધુ વરસાદ નોંધાયો

રાજ્યના ૧૫ તાલુકાઓમાં ૬ થી ૮ ઈંચ, ૩૦ તાલુકાઓમાં ૪ થી ૬ ઈંચ,
૧૪૬ તાલુકાઓમાં ૧ થી ૪ ઈંચ જયારે ૫૩ તાલુકાઓમાં એક ઈંચથી ઓછો વરસાદ નોંધાયો

અહેવાલ:વિપુલ ચૌહાણ /ભરત ગાંગાણી

રાજ્યના સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટર દ્વારા મળતી માહિતી મુજબ આજે તા. ૨૪મી ઓગસ્ટ-૨૦૨૦ની સવારે ૬.૦૦ કલાકની સ્થિતિએ છેલ્લા ૨૪ કલાકમાં રાજ્યના ૩૩ જિલ્લાના ૨૫૧તાલુકાઓમાં સાર્વત્રિક વરસાદ વરસ્યો છે. જેમાં ૭ તાલુકાઓ એવા છે કે જ્યાં આઠ ઈંચ થી સાડા તેરસુધીનો વરસાદ વરસ્યો છે. સૌથી વધુ જામનગર જિલ્લાના જોડિયા તાલુકામાં ૩૩૮ મીમી એટલે કે સાડા તેર ઈંચ અને મહેસાણાના કડી તાલુકામાં ૩૨૮ મીમી એટલે કે તેર ઈંચથી વધુ વરસાદનોંધાયો છે. તે ઉપરાંત ટંકારામાં ૨૭૦ મીમી, ઉમરપાડામાં ૨૫૬ મીમી, મોરબીમાં ૨૪૯ મીમી, બેચરાજીમાં ૨૨૪ મીમી અને સરસ્વતી તાલુકામાં ૨૦૯ મીમી એટલે કે આઠ ઈંચથી વધુ વરસાદ નોંધાયો છે.

રાજ્યના ૧૫ તાલુકાઓમાં ૬ થી ૮ ઈંચ, ૩૦ તાલુકાઓમાં ૪ થી ૬ ઈંચ, ૧૪૬ તાલુકાઓમાં ૧ થી ૪ ઈંચ જયારે ૫૩ તાલુકાઓમાં એક ઈંચથી ઓછો વરસાદ વરસ્યો હોવાનું સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટર દ્વારા જણાવવામાં આવ્યું છે. જેમાં અંજાર, જોટાણા, મુળી, વાંકાનેર, મહેસાણા, ભચાઉ, થાનગઢ, રાધનપુર, લખતર, સુરત શહેર, વઢવાણ, હળવદ, હારિજ, પાટણ અને ગીર-ગઢડા મળી કુલ ૧૫ તાલુકાઓમાં ૬ થી ૮ ઈંચ વરસાદ વરસ્યો છે. જયારે સિદ્ધપુર, વિસાવદર, વિજયનગર, રાપર, ઉંઝા, કામરેજ, માળિયા-મિયાંણા, ધ્રોલ, ડેડિયાપાડા, મેઘરજ, માણસા, વિરમગામ, વડગામ, લોધિકા, ભાભર, માળિયા(જૂનાગઢ), રાજકોટ, સાયલા, કોડિનાર, ગાંધીધામ, માંડવી (સુરત), માણાવદર, વિજાપુર, ધ્રાંગધ્રા, તલાલા, ઉના, કલોલ, વાલિયા, વિરપુર અને નેત્રંગ મળી કુલ ૩૦ તાલુકાઓમાં ૪ થી ૬ ઈંચ વરસાદ નોંધાયો છે. તે ઉપરાંત ૧૪૬ તાલુકાઓમાં ૧ થી ૪ ઈંચ જયારે ૫૩ તાલુકાઓમાં એક ઈંચથી ઓછો વરસાદ નોંધાયો છે.

House rain 5

રાજ્યમાં ચાલુ મોસમનો સરેરાશ ૧૦૨.૭૩ ટકા વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધુ કચ્છ ઝોનમાં ૧૮૮.૦૨ ટકા, સૌરાષ્ટ્ર ઝોનમાં ૧૩૪.૮૧ ટકા, દક્ષિણ ગુજરાત ઝોનમાં ૯૦.૨૧ ટકા, ઉત્તરગુજરાતમાં ૮૭.૪૪ ટકા અને પૂર્વ મધ્ય ઝોનમાં ૭૮.૯૮ ટકા સરેરાશ વરસાદ નોંધાયો છે

રાજ્યમાં થયેલ વરસાદને કારણે રાજ્યના સરદાર સરોવર સહિત ૨૦૬ જળાશયો ભરાયા છે.સરદાર સરોવર ડેમમા હાલ ૨,૧૯,૨૭૫ એમસીએફટી પાણીના સંગ્રહ સાથે કુલ સંગ્રહ શક્તિના૬૫.૬૪ ટકા જેટલો થયો છે. રાજ્યના ૭૬ જળાશયો ૧૦૦ ટકાથી વધુ ભરાયા છે. તે ઉપરાંત ૭૮જળાશયો એવા છે કે જે ૭૦ થી ૧૦૦ ટકા વચ્ચે ભરાયા છે. સરદાર સરોવર સહિત ૨૦ જળાશયોએવા છે કે જેમાં ૫૦ થી ૭૦ ટકા જેટલો જળસંગ્રહ થયો છે. રપ થી ૫૦ ટકા વચ્ચે ૧૬ જળાશયોજયારે રપ ટકાથી ઓછો જળસંગ્રહ હોય એવા ૧૫ જળાશયો ભરાયા હોવાની માહિતી જળ સંપત્તિ તરફથી આપવામાં આવી છે.

રાજ્યમાં થઈ રહેલાં વરસાદને પરિણામે ૩૧૪ માર્ગો અસરગ્રસ્ત થયા છે. જેમાં પંચાયતહસ્તકના ૨૮૬ માર્ગોનો સમાવેશ થાય છે. આ માર્ગો સત્વરે પૂર્વવત થાય એ માટે વહીવટી તંત્ર દ્વારા સક્રીય પ્રયાસો કરવામાં આવી રહ્યાં છે.