Surat building fire: સુરતની એક બિલ્ડીંગમાં લાગી આગ, વિદ્યાર્થીઓને સુરક્ષિત રીતે બહાર કાઢી લેવામાં આવ્યો
Surat building fire: આગ લાગ્યા પછી થોડા સમય બાદ મેયર અને ડેપ્યુટી મેયર સહિત ફાયર ફાઈટર અને પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો
સુરત, ૨૩ ફેબ્રુઆરી: Surat building fire: સુરતના ડંબોલી વિસ્તારમાં આવેલી બિલ્ડીંગના બેઝમેન્ટમાં અચાનક આગ ફાટી નીકળી હતી. આગને કારણે બિલ્ડિંગમાં લગભગ 20 લોકો ફસાયા હતા. જેમાં અધિકતર છોકરીઓ હતી. આગ બીજા માળ સુધી ફેલાઈ ગઈ હતી. ત્યાં માહિતી મળતાં જ ફાયર બ્રિગેડનો કાફલો આવી પહોંચ્યો હતો. ફાયરના કાફલાએ વિદ્યાર્થીઓને સુરક્ષિત બહાર કાઢી હતી.
આગ લાગ્યા પછી થોડા સમય બાદ મેયર અને ડેપ્યુટી મેયર સહિત ફાયર ફાઈટર અને પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો હતો. બચાવી લેવાયેલા વિદ્યાર્થીએ કહ્યું, “અમે પરીક્ષાની તૈયારી માટે અભ્યાસ કરી રહ્યા હતા.” દરમિયાન ધુમાડો નીકળવા લાગ્યો હતો. અચાનક કંઈક દેખાતું બંધ થયું. અમે બધા અવાજ કરવા લાગ્યા. ફાયર બ્રિગેડ આવતા જ અમારો બચાવ થયો હતો.
આ પણ વાંચો: Padmdungari: પ્રકૃતિ, સંસ્કૃતિ, અને આસ્થાના ત્રિવેણી સંગમ સમાન ‘પદમડુંગરી’
નોંધનીય છે કે ત્રણ વર્ષ પહેલા પણ સુરત કોમ્પ્લેક્સમાં આવી જ આગ લાગી હતી. જ્યાં આગ લાગી હતી તે કોમ્પ્લેક્સમાં એક ટ્યુશન પણ હતું. થોડી જ વારમાં આગ ટ્યુશન ક્લાસમાં ફેલાઈ ગઈ હતી. જેમાં અનેક બાળકો જીવતા સળગી ગયા હતા. આગને કારણે અનેક બાળકો કોમ્પ્લેક્સમાંથી કૂદી પડ્યા હતા. તે સમયે ફાયર બ્રિગેડ પાસે બાળકોને બચાવવા માટે લાંબી સીડી ન હતી.

