International Business Center Piplod Surat. edited scaled

રાજ્યના સૌથી વધુ કેસ સુરતમાં હોવાથી તંત્રએ લીધો મોટો નિર્ણય, સમગ્ર શહેરમાં 144 લાગુ (surat section 144)

surat section 144

સુરત, 30 માર્ચઃ ગુજરાતમાં કોરોનાનો કહેર વધતો જાય છે. વર્તમાન પરિસ્થિતિને ધ્યાને લઈને જાહેર શાંતિ અને સલામતી જળવાઈ રહે તથા કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ બરકરાર રહે તે માટે શહેરના પોલીસ કમિશનર અજયકુમાર તોમરે એક જાહેરનામું(surat section 144) પ્રસિધ્ધ કરી પોલિસ કમિશનરેટ વિસ્તારમાં કલમ 144 (surat section 144)લાગુ કરી દેવામાં આવી છે. 4થી વધારે લોકોના એકત્ર થવા પર(surat section 144) પ્રતિબંધ લાગી દેવાયો છે.

ADVT Dental Titanium

ચારથી વધારે નાગરિકોના ભેગા થવા ઉપર, કોઈ સભાનું આયોજન કરવા કે સરઘસ કાઢવા ઉપર તેમજ જાહેરમાં ઉશ્કેરણી કરે અને લાગણી દુભાય તેવા અભદ્ર, દ્વિઅર્થી ભાષા પ્રયોગ કરવા પર  આજ મોડી રાતથી(30 એપ્રીલથી)  ૧૩ એપ્રિલ સુધી પ્રતિબંધ ફરમાવ્યો છે. અપવાદ તરીકે સરકારી, અર્ધસરકારી ફરજ સાથે સંકળાયેલા તથા સ્મશાનયાત્રા અને લગ્નના વરઘોડાને લાગુ પડશે નહી. આ હુકમનો ભંગ કરનાર વિરુદ્ધ પોલીસ દ્વારા કડક કાર્યવાહીનો પણ આદેશ આપવામાં આવ્યો છે. 

Whatsapp Join Banner Guj

જો કે કમિશ્નર દ્વારા આ જાહેરનામામાં લગ્ન અને સરકારી તથા અર્ધ સરકારી ફરજ સાથે સંકળાયેલી સેવાઓ અને વ્યવસ્થાઓને છુટ આપવામાં આવી છે. તેથી જો લગ્ન કે મરણ પ્રસંગ હોય તો તેમને છુટ આપવામાં આવશે. અત્રે નોંધનીય છે કે, કોરોના કાળમાં હાલ સુરત હોટ સ્પોટ બનેલું છે. ગુજરાતનાં કુલ કેસ પૈકીના અડધો અડધ કેસ તો માત્ર અને માત્ર સુરતમાંથી જ આવે છે. જેના પગલે તંત્ર દ્વારા કડક પગલા ઉઠાવાઇ રહ્યા છે. 

આ પણ વાંચો…

ગુજરાતને મળશે વધુ એક ભેટઃ હજીરાથી દીવ સુધીની ક્રુઝ(cruise) સેવા થશે શરૂ- વાંચો સંપૂર્ણ વિગત