IMG 20200501 WA0000

રેમડેસિવર અને ટોસીલીઝુમેબ ઈન્જેક્શન માં કાળાબજાર રોકવા તાત્કાલીક પગલા ભરે:ડૉ. મનિષ એમ. દોશી

અખબારી યાદી. ​​​​​​​​તા.૦૯.૦૭.૨૦૨૦રેમડેસિવર અને ટોસીલીઝુમેબ ઈન્જેક્શન માં કાળાબજાર રોકવા નેશનલ ફાર્માસ્યુટિકલ પ્રાઈસીંગ ઓથોરિટી તાત્કાલીક પગલા ભરે.

રેમડેસિવર અને ટોસીલીઝુમેબ ઈન્જેક્શન માં કાળાબજાર રોકવા નેશનલ ફાર્માસ્યુટિકલ પ્રાઈસીંગ ઓથોરિટી તાત્કાલીક પગલા ભરે.
• કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારની ગંભીરતાના અભાવે જીવનરક્ષક દવાઓના ભાવમાં મોટા પાયે કાળાબજાર – લૂટતંત્ર ચાલી રહ્યું છે.
• કોરાના મહામારીમાં માસ્ક, સેનેટાઈઝર, દવા, ઈન્જેક્શન સહિતમાં કાળાબજારીયા – સંગ્રહખોરો બન્યા બેફામ
.


કોવિડ-૧૯ની સારવાર માટે ઉપયોગમાં લેવાની દવા રેમડેસિવર રૂ. ૫૪૦૦ની એક શીશી બ્લેકમાર્કેટમાં રૂ. ૧૬૦૦૦ સુધીમાં વેચાઈ રહી હોવાની, મોટા પાયે કાળાબજારની ફરિયાદો ડ્રગ કન્ટોલર જનરલ ઓફ ઈન્ડીયા (DCGI)ને મળી હોવા છતાં કેન્દ્ર અને ગુજરાતની ભાજપ સરકાર આંખ આડા કાન કરી રહી છે જેના લીધે કોરાના મહામારીમાં માસ્ક, સેનેટાઈઝર, દવા, ઈન્જેક્શન સહિતમાં કાળાબજારીયા – સંગ્રહખોરો બેફામ બન્યા હોવાનો આક્ષેપ કરતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મુખ્ય પ્રવક્તા ડૉ. મનિષ દોશીએ જણાવ્યું હતું કે, રેમડેસિવર જે કોવિડ-૧૯ ની સારવારમાં ઉપયોગમાં લેવાય છે જે બજાર કિંમતથી ત્રણ ગણા ભાવથી કાળાબજાર થઈ રહ્યા છે ગુજરાતમાં ટોસીલીઝુમેબ ઈન્જેક્શન જેની કિંમત રૂ. ૪૦,૦૦૦ છે જે લાઈફ સેવિંગ માં જરૂરી છે તેવા સમયે તેના ૧ લાખ રૂપિયા સુધી એટલે કે ૨૫૦ ટકા સુધી વધુ વસૂલાય રહ્યા છે એમ.આર.પી. કરતા વધારે કિંમતે વેચાણ થતું હોવા છતાં કેન્દ્ર અને ભાજપ સરકાર કેમ મૌન છે ? કાળાબજારીયા, સંગ્રહખોરો અને લૂંટતંત્ર ચલાવતા લોકો સામે રોક લગાવવા સરકાર દવા, ઈન્જેક્શનની કિંમતની માહિતી જનતા સુધી પહોંચાડવા અને ફરિયાદ માટે હેલ્પલાઈન ઊભી કરવી જોઈએ.

કોરોના મહામારીમાં ખાનગી હોસ્પિટલોએ પણ મનમાની કરીને બેફામ ભાવ વસુલે કોરોના મહામારી વચ્ચે માનવતા મરી પરવારી હોય તેમ દેખાઈ રહ્યું છે. સુરતમાં ટોસીલીઝુમેબ ઈન્જેક્શનની કાળાબજારીનો પર્દાફાશ થયો છે. જાણકારી મુજબ રાજ્ય સરકારે ૨૦,૦૦૦ ટોસીલીઝુમેબ ઈન્જેક્શન ૪૦ હાજરના ભાવે કુલ ૯૦ કરોડ રૂપિયાની ખરીદી કરી હોય તો પછી આ ઈન્જેક્શન સામાન્ય અને મધ્યમવર્ગના દર્દીઓને કેમ ઉપલબ્ધ થતા નથી ? રાજ્ય કક્ષાના આરોગ્ય મંત્રીશ્રી સુરતના ગરીબ દર્દી સાથે વાતચીતમાં હું પણ ઈન્જેક્શન શોધું છું તેમની વાતચીત પરથી રાજ્ય સરકાર કેટલી ગંભીર છે તે સામે આવે છે.

સરકારના આશીર્વાદથી માસ્કના રૂ. ૫૦ ની કિંમતની સામે રૂ. ૨૦૦ થી ૨૫૦ ની વસુલાત, સરકાર દ્વારા ઉંચા ભાવે ખરીદીમાં પણ હલકી ગુણવત્તાના માસ્ક અને સેનેટાઈઝર સહિત અનેક તબિબિ સાધનો ૪૦૦ થી ૫૦૦ ટકાના ઉંચા ભાવે ખરીદી દર્શાવે છે કે, ભાજપ સરકારે કોરોના આફતને પણ અવસરમાં ફેરવી દીધી છે.
કેન્દ્ર સરકાર ઈચ્છે તો નેશનલ ફાર્માસ્યુટીકલ પ્રાઈસીંગ ઓર્થોરીટી (NPPA) દ્વારા DPCO-2013ના પેરેગ્રાફ-૧૯નો અમલ કરીને દવા-ઈન્જેક્શનની કિંમત ફિક્સ કરવી જોઈએ. વર્તમાન સ્થિતિમાં આ પગલુ કોરોના મહામારીમાં જનતાને રાહત થશે.

ડૉ. મનિષ એમ. દોશી, મુખ્ય પ્રવક્તા ગુજરાત