યોગ ક્લાસમાં વડાપ્રધાનના જન્મદિવસની ઉજવણી કરાઇ
અહેવાલ: જગત રાવલ, જામનગર
જામનગર, ૧૮ સપ્ટેમ્બર:ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા યોગની તાલીમ પામેલા યુવા યોગ ટ્રેર્નસોને સ્વરોજગારી મળે અને યોગનો પ્રચાર-પ્રસાર થાય તેવા હેતુસર યોગ ક્લાસીસ શરૂ કરવામાં આવ્યા છે. જેમાં જામનગરના ખોડિયાર કોલોની સોઢા સ્કૂલ પાસે ટ્રેર્નર દિષીતાબેન પંડ્યા દ્વારા ચલાવવામાં આવતા યોગ ક્લાસમાં વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના જન્મદિવસની ઉજવણી કરવામાં આવી હતી.

વડાપ્રધાનના જન્મદિવસ પર તેમને દિર્ઘાયુષ્ય માટે મૃત્યુંજય હવન કરવામાં આવ્યો હતો. તેમજ આ વિસ્તારના મહિલા કોર્પોરેટર ડિમ્પલબેન રાવલ દ્વારા બહેનોને કોરોનાની મહામારી સામે કવચરૂપ ઉકાળાનું વિતરણ કરવામાં આવ્યું હતું. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ફીટ ઇન્ડિયા મુહીહ હેઠળ આ યોગ ક્લાસમાં 25 બહેનો યોગની તાલીમ લઇ રહ્યાં છે.
loading…


