Traffic Police help

સુરત રોડ પર રઝળતા બીમાર શ્રમીક યુવાન માટે ટ્રાફિક પોલીસે માનવતા દાખવી

Traffic Police help


સુરત, ૨૩ ઓક્ટોબર: સુરતમાં ટ્રાફિક પોલીસ દ્વારા સતત 7 દિવસથી પગની બીમારીથી પીડાતા યુવાનને હોસ્પિટલ હોસ્પિટલમાં ખસેડવામા આવ્યો હતો અને સેવાભાવી સંસ્થાને બોલાવી સારવાર કરાવી હતી. દિલ્હી ગેટ પાસે રોડ પર રહેતા આ શ્રમીક યુવાનના પગનું તળિયું આખું સડી ગયું હતું અને આટલા દિવસથી તે આ દર્દથી પીડાઈ રહ્યો હતો.

સુરત દિલ્હી ગેટ પાસે એક શ્રમિક યુવાન સતત 7 દિવસથી પોતાના પગને લઈને હેરાન થતો હતો અને દર્દ થી પીડાતો હતો. આ વાતની જાણ ત્યાં અમિષા હોટેલ પાસે ડ્યુટી બજાવતા ટ્રાફિક ટી.આર.બી સુપરવાઈઝર હંસરાજભાઈ યુવરાજભાઈ સંદણેને થઈ હતી. તેણે સ્થાન પર હાજર ટ્રાફિક પી.આઇ. એચ.વી. ગોટી ને શ્રમીક યુવાન પરિસ્થિતિથી વાકેફ કર્યા. પી.આઇ.એ શ્રમિક યુવાન જોડે વાત કરી અને તેની સમસ્યા જાણી હતી. 

Traffic Police help 2

ત્યાર બાદ પી.આઈ. એ શ્રમિકના પગની હાલત જોતા તેમાં જીવડાં પડી ગયા હતા. તેથી તેમણે તાત્કાલિક સેવા ફાઉન્ડેશના સંચાલકોને જાણ કરી હતી.

સેવા ફાઉન્ડેશનના રાજીવ ઓઝા અને રાજેન્દ્રભાઈ સ્થળ પર જઈને યુવાનને ચેક કર્યો હતો. તેઓએ જોયું હતું કે યુવાનને પગમાં ગંભીર ઇજા થઇ છે અને એણે ઈલાજ કર્યો નથી જેથી તેનો પગ સડી ગયો છે. સેવા સંસ્થા દ્વારા આ જ હાલતમાં યુવાનને તરત એમ્બ્યુલન્સ બોલાવી તેને હોસ્પિટલ ખાતે ખસેડાયો હતો. જ્યાં તેની સારવાર શરૂ કરવામાં આવી હતી

******

loading…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *