Breaking news 02

Thunderstorm forecast: વાવાઝોડાની આગાહીને પગલે દાંડી અને ડભારી બીચ બંધ રહેશે

Thunderstorm forecast: માછીમારો કે સાગર ખેડૂતોને દરિયા કિનારે કે પાણીમાં જવા તેમજ દરિયો ખેડવા પર પ્રતિબંધ

૧થી ૭ જૂન દરમિયાન વાવાઝોડાની આગાહીને પગલે દાંડી અને ડભારી બીચ બંધ રહેશે

google news png

સુરત, 31 મે: Thunderstorm forecast: ભારતીય હવામાન ખાતાની આગાહીને આધારે ગુજરાતના દરિયાકિનારે ભારે પવન ફૂંકાવાની આગાહી હોય તકેદારીના ભાગરૂપે લોકોની સુરક્ષા અર્થે અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ વિજય રબારીએ એક જાહેરનામું બહાર પાડ્યું છે.

જે અનુસાર સુરત ગ્રામ્ય વિસ્તાર(સુરત શહેર પોલીસ કમિશનરેટની હદ સિવાય)માં સમાવિષ્ટ ઓલપાડ તાલુકાના દાંડી અને ડભારી બીચ તથા અન્ય દરિયા કિનારાના વિસ્તારમાં લોકોની અવર-જવર તથા માછીમારો કે સાગર ખેડુઓને દરિયા કિનારે તેમજ દરિયાના પાણીમાં જવા પર પ્રતિબંધ મૂક્યો છે.

આ પણ વાંચો:- Okha-Guwahati Express route change: ઓખા-ગુવાહાટી એક્સપ્રેસ ટ્રેન આ તારીખે પરિવર્તિત માર્ગથી ચાલશે

આ હુકમ 1 જૂનના રોજ સવારના 6 વાગ્યા થી 7 જૂનના રાત્રિના ૧૨.૦૦ વાગ્યા સુધી અમલમાં રહેશે. તેનો ભંગ કરનાર સજાને પાત્ર થશે.

દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો