Girl Child Day 1

રાજકોટ જિલ્લામાં “ઈન્ટરનેશનલ ડે ઓફ ધી ગર્લ ચાઈલ્ડ” દિવસની અનોખી ઉજવણી

Girl Child Day
  • રાજકોટ સિવિલ હોસ્પિટલ અને તાલુકાના પ્રાથમિક આરોગ્ય કેન્દ્રોમાં દિકરી વધામણા કીટનું વિતરણ કરાયું
  • બાળકોના સ્વાસ્થ્ય માટે પાયાની કામગીરી કરતાં આશા વર્કર અને આંગણવાડી બહેનોનું કરાયું સન્માન

  અહેવાલ: પ્રિયંકા પરમાર,રાજકોટ

રાજકોટ, ૧૨ ઓક્ટોબર: રાજકોટ જિલ્લા વહીવટી તંત્ર અને જિલ્લા મહિલા અને બાળ અધિકારીની કચેરીના સંયુક્ત ઉપક્રમે “MY Voice, Our Equal Future”ની થીમ પર “ઈન્ટરનેશનલ ડે ઓફ ધી ગર્લ ચાઈલ્ડ”ના દિવસની અનોખી ઉજવણી કરવામાં આવી હતી. આ ઉજવણીના ભાગરૂપે રાજકોટ સિવિલ હોસ્પિટલ અને તાલુકાના પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં નવજાત બાળકીને દિકરી વધામણા કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું. તેમજ ‘‘વ્હાલી દિકરી’’ યોજનાના ફોર્મ વિશે સમજ આપીને યોજનાના ફોર્મનું વિતરણ કરવામાં આવ્યું હતું.

 બાળકોના તંદુરસ્ત સ્વાસ્થ્ય માટે જિલ્લાની આશા વર્કર અને આંગણવાડી બહેનો સઘન કામગીરી કરતા હોય છે. ત્યારે રાજકોટ જિલ્લાના તમામ આરોગ્ય કેન્દ્રો પર બાળકોની રોગ પ્રતિકારક શક્તિમાં નોંધપાત્ર વધારો કરનાર આશા વર્કર અને આંગણવાડી બહેનોને શાલ અને પ્રમાણપત્ર આપીને સન્માનિત કરવામાં આવ્યા હતા તેમ જિલ્લા મહિલા અને બાળ અધિકારીશ્રીની કચેરી, રાજકોટની યાદીમાં જણાવાયું છે

loading…