યુથ ફોર ગુજરાત ચેરીટેબલ ટ્રસ્ટ દ્રારા સિવિલની સફાઈ કામદાર બહેનો સાડી અર્પણ કરી સેવાને બિરદાવી
યુથ ફોર ગુજરાત ચેરીટેબલ ટ્રસ્ટ દ્રારા સિવિલની સફાઈ કામદાર બહેનો અને મહિલા સિક્યોરિટી ગાર્ડ્સને સાડી અર્પણ કરી સેવાને બિરદાવી
સુરત, ૩૦ ઓક્ટોબર: યુથ ફોર ગુજરાત ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા કોરોના કાળની કપરી પરિસ્થિતિમાં પણ પોતાના પરિવારની પરવા કર્યા વિના સતત ખડેપગે ફરજ બજાવતાં મહિલા સિક્યોરિટી ગાર્ડસ તેમજ નવી સિવિલ હોસ્પિટલની વિવિધ ઓફિસમાં ફરજ બજાવતી સફાઈ કામદાર બહેનોને યુથ ફોર ગુજરાતના પ્રમુખ જિગ્નેશભાઈ પાટિલ દ્વારા તમામની સેવાઓને બિરદાવતાં સાડી અર્પણ કરી બહુમાન કરવામાં આવ્યું હતું.

આ પ્રસંગે ગુજરાત નર્સિંગ કાઉન્સિલના ઉપપ્રમુખ ઈકબાલ કડીવાલા, નર્સિંગ એસોસિએશનના દિનેશ અગ્રવાલ અને જૈમિશ બોમ્બેવાલા ઉપસ્થિત રહ્યા હતા. કોરોના વોરિયર્સ મહિલા સિક્યોરિટી ગાર્ડ અને મહિલા સફાઈ કામદાર બહેનોએ સન્માનિત થવા બદલ હર્ષની લાગણી અનુભવી હતી.
આ પણ વાંચો: ગુજરાત સરકારની ખેડૂતો માટેની મહત્વની યોજનાનું લોકાર્પણ કરતા પૂનમબેન માડમ