reliance football

Indian Football Team: AIFF રિલાયન્સ રિટેલના પરફોર્મેક્સ એક્ટિવવેરને ભારતીય ફૂટબોલ ટીમની કીટના ઓફિશિયલ સ્પોન્સર તરીકે જાહેર કરી

Indian Football Team: બ્લુ ટાઈગર્સ 7 અને 10 સપ્ટેમ્બર વચ્ચે થાઈલેન્ડમાં યોજાઈ રહેલા 49મા કિંગ્સ કપ 2023 દરમિયાન આકર્ષક નવી કીટ સાથે ઉતરશે

મુંબઈ, 08 સપ્ટેમ્બર 2023: Indian Football Team: રિલાયન્સ રિટેલના વિશાળ ફેશન અને લાઇફ સ્ટાઇલ પોર્ટફોલિયોમાંના હાઇ પર્ફોર્મન્સ તથા ટેક્નિકલી એડવાન્સ્ડ સ્પોર્ટ્સવેર બ્રાન્ડ પરફોર્મેક્સે ભારતીય ફૂટબોલ ટીમની સત્તાવાર કીટ અને મર્ચેન્ડાઇઝ સ્પોન્સર બનવા માટે ઓલ ઇન્ડિયા ફૂટબોલ ફેડરેશન (એઆઇએફએફ) સાથે ભાગીદારી કરી છે.

આ મલ્ટીયર પાર્ટનરશીપ ઘરઆંગણે તૈયાર થયેલી એક અગ્રણી સ્પોર્ટસવેર બ્રાન્ડ તરીકે પરફોર્મેક્સને માત્ર રમતના તમામ ફોર્મેટમાં કિટ્સ બનાવવાના વિશિષ્ટ અધિકારો જ નહીં આપે પરંતુ તે એઆઇએફએફની પુરૂષો સહિત મહિલાઓ અને અન્ય યુવા ટીમોની તમામ મેચ, મુસાફરી અને તાલીમ માટેના વસ્ત્રો માટેનું એકમાત્ર સપ્લાયર પણ બનાવશે. આ ઉપરાંત મર્ચેન્ડાઇઝ સ્પોન્સર તરીકે પરફોર્મેક્સ ટીમને સંલગ્ન ઉત્પાદન અને છૂટક વેચાણના અધિકારો પણ મેળવશે.

બ્લુ ટાઈગર્સ 7 અને 10 સપ્ટેમ્બર વચ્ચે થાઈલેન્ડમાં યોજાઈ રહેલા 49મા કિંગ્સ કપ 2023 દરમિયાન આકર્ષક નવી કીટ સાથે ઉતરશે. ટીમ ઈન્ડિયા આજે ઈરાક સામે ટક્કર લઈને ટુર્નામેન્ટની શરૂઆત કરવા માટે તૈયાર છે.

આ પાર્ટનરશીપ અંગે બોલતા રિલાયન્સ રિટેલના ફેશન એન્ડ લાઈફસ્ટાઈલના પ્રેસિડેન્ટ અને સીઈઓ અખિલેશ પ્રસાદે કહ્યું કે, “અમે એઆઇએફએફ સાથેના અમારા જોડાણની જાહેરાત કરતાં ખૂબ જ ખુશ છીએ. ભારતમાં ફૂટબોલના પ્રસારની સંભાવનાઓ વ્યાપક છે અને આવનારા વર્ષોમાં ભારતીય ફૂટબોલ ટીમનું મહત્વ વધતું જોવા મળશે. આ ભાગીદારી પરફોર્મેક્સ દ્વારા ભારતમાં રમતગમતને સુલભ બનાવવાની અમારી ધારણાને અનુરૂપ છે.”

લોકોના વિશાળ સમૂહ માટેની આ રમત, ધ બ્યૂટીફૂલ ગેમ દેશના ખૂણેખૂણેથી લાખો પ્રખર પ્રશંસકોને આકર્ષવા માટે તમામ ભૌગોલિક સરહદો પાર કરી રહી છે. ઈન્ડિયન સુપર લીગ (ISL) અને રિલાયન્સ ફાઉન્ડેશન યંગ ચેમ્પ્સ (RFYC) એકેડેમી સહિત ભારતમાં હાલમાં સક્રિય અનેક આંતરરાષ્ટ્રીય ગુણવત્તાવાળી ટુર્નામેન્ટ્સ અને સુવિધાઓ સાથે ફૂટબોલ વધુ યુવાનોને આકર્ષવા અને નવા સીમાચિન્હો સ્થાપવા માટે તૈયાર છે. એઆઇએફએફ અને પરફોર્મેક્સ વચ્ચેની ભાગીદારી ભારતીય રમતગમતને વૈશ્વિક સ્તરે પ્રસિદ્ધિ આપવા માટેની બ્રાન્ડની અતૂટ પ્રતિબદ્ધતાનો પુરાવો છે.

એઆઇએફએફના સેક્રેટરી જનરલ ડૉ. શાજી પ્રભાકરને કહ્યું કે, “અમે અમારા નવા કીટ પાર્ટનર પરફોર્મેક્સનું ભારતીય ફૂટબોલ પરિવારમાં સ્વાગત કરીએ છીએ. મને ખાતરી છે કે ખેલાડીઓ અને ટીમોને નવી કીટ ગમશે અને તેઓ મેદાન પર પોતાનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન આપવા માટે પ્રેરિત થશે. હું એઆઈએફએફ અને પરફોર્મેક્સ વચ્ચેની આ નવી ભાગીદારી સંપૂર્ણ સફળતા રહે તેવી ઈચ્છા રાખું છું.

Reliance Foundation scholarships: અંડરગ્રેજ્યુએટ વિદ્યાર્થીઓ માટે 5,000 શિષ્યવૃત્તિઓઃ જાણો અરજી કરવાની છેલ્લી તારીખ…

International Literacy Day: ગુજરાતની શાળાઓમાં ધો-1 થી 8મા વિદ્યાર્થીઓનો ડ્રોપઆઉટ રેટ ઘટીને 2.8 ટકા

પરફોર્મેક્સ વૈશ્વિક સ્તરે નામના મેળવનારી પ્રથમ ભારતીય સ્પોર્ટસવેર બ્રાન્ડ બનવાનું લક્ષ્ય ધરાવે છે, તે રનિંગ, ટ્રેનિંગ, રેકેટ સ્પોર્ટ્સ અને અન્ય અનેકવિધ રમતો માટે તૈયાર કરેલા એપરલ, ફૂટવેર અને એસેસરીઝમાં ઉત્પાદનોની વિશાળ શ્રેણી રજૂ કરે છે. એક વર્ષમાં પરફોર્મેક્સે જસપ્રિત બુમરાહ, રવિ દહિયા, હરમિલન કૌર, મનુ ભાકર, રિદ્ધિ ફોર, યોગેશ કથુનિયા અને પ્રમોદ ભગત જેવા ઘણા ખેલાડીઓ સાથે ભાગીદારી કરી છે.

પરફોર્મેક્સ એન્ડ ટ્રેન્ડ્સ ફૂટવેરના સીઈઓ નિતેશ કુમારે જણાવ્યું હતું કે, “અમારા ગ્રાહકો માટે પરફોર્મેક્સને પ્રિફર્ડ એક્ટિવવેર બ્રાન્ડ તરીકે સ્થાપિત કરવા માટે અમે શરૂ કરેલા શ્રેણીબદ્ધ આયોજનોમાં આ ભાગીદારી વધુ એક પહેલ છે.”

પરફોર્મેક્સ એક્ટિવવેર ભારતમાં 1,500થી વધુ સ્ટોર્સમાં ઉપલબ્ધ છે. ઉપરાંત આ બ્રાન્ડ ડિજિટલ કોમર્સ પ્લેટફોર્મ જેમ કે આજિયો અને જિયોમાર્ટ ઉપર પણ ઉપલબ્ધ છે. ઓફિશિયલ અને ફેન મર્ચેન્ડાઇઝ પરફોર્મેક્સના એક્સક્લુઝીવ સ્ટોર્સ અને દેશભરના વિવિધ રિટેલ પાર્ટનર સ્ટોર્સ પર ઉપલબ્ધ બનશે.

Gujarati banner 01
દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો