IPL 2024 final kkr

IPL 2024: IPL ફાઈનલ મેચમાં કોલકાતા નાઈટ રાઈડર્સએ સનરાઈઝર્સ હૈદરાબાદને આઠ વિકેટે હરાવી, ટ્રોફી જીતી

IPL 2024: વિજેતા ટીમ કોલકાતા નાઈટ રાઈડર્સને 20 કરોડ રૂપિયા મળ્યા

સ્પોર્ટ્સ ડેસ્ક, 27 મેઃ IPL 2024: ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL)ની 17મી સિઝન પૂરી થઈ ગઈ છે. રવિવારે (26 મે) ચેન્નાઈના એમએ ચિદમ્બરમ સ્ટેડિયમમાં રમાયેલી ફાઈનલ મેચમાં કોલકાતા નાઈટ રાઈડર્સ (KKR) એ સનરાઈઝર્સ હૈદરાબાદ (SRH) ને આઠ વિકેટે હરાવ્યું. મેચમાં કોલકાતાની ટીમને જીતવા માટે 114 રનનો સાધારણ ટાર્ગેટ મળ્યો હતો જે તેણે 11મી ઓવરમાં હાંસલ કરી લીધો હતો. કોલકાતાની ટીમ ત્રીજી વખત IPL ચેમ્પિયન બની છે.

આ પણ વાંચો:-Rajkot Game Zone Fire:રાજકોટ અગ્નિકાંડમાં મોટી કાર્યવાહી, 6 સરકારી કર્મચારીઓ નોકરીમાંથી કરાયા સસ્પેન્ડ

IPL 2024 ની ફાઇનલ મેચ બાદ એવોર્ડ સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ચેમ્પિયન અને રનર અપ ટીમો પર પૈસાની વર્ષા કરવામાં આવી હતી. આ ઉપરાંત ટુર્નામેન્ટમાં વધુ સારું પ્રદર્શન કરનાર ખેલાડીઓને પુરસ્કાર આપવામાં આવ્યા હતા. વિજેતા ટીમ કોલકાતા નાઈટ રાઈડર્સને 20 કરોડ રૂપિયા મળ્યા જ્યારે ઉપવિજેતા સનરાઈઝર્સ હૈદરાબાદને 12.50 કરોડ રૂપિયા મળ્યા.

  • વિજેતા ટીમ (કોલકાતા નાઈટ રાઈડર્સ) : રૂ. 20 કરોડ
  • રનર અપ (સનરાઈઝર્સ હૈદરાબાદ) : રૂ. 12.5 કરોડ
  • ત્રીજી ટીમ (રાજસ્થાન રોયલ્સ) : રૂ. 7 કરોડ
  • ચોથી ટીમ (રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર) : રૂ. 6.5 કરોડ
દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો