sunrise ipl

IPL 2024 Update: હૈદરાબાદ 6 વર્ષ બાદ ફાઈનલમાં પહોચ્યો, કોલકાતા નાઈટ રાઇડર્સ સામે રમશે ફાઇનલ- જુઓ વીડિયો

IPL 2024 Update: સનરાઈઝર્સ હૈદરાબાદે ત્રીજી વખત IPL ફાઈનલમાં જગ્યા બનાવી

સ્પોર્ટ્સ ડેસ્ક, 25 મેઃ IPL 2024 Update:IPL 2024 ની બીજી ક્વોલિફાયર મેચમાં સનરાઈઝર્સ હૈદરાબાદે શાનદાર પ્રદર્શન કર્યું અને રાજસ્થાન રોયલ્સને 36 રનથી હરાવ્યું. ચેન્નાઈના એમ ચિદમ્બરમ સ્ટેડિયમમાં રમાયેલી નોક આઉટ મેચમાં હૈદરાબાદે પ્રથમ બેટિંગ કરતા 20 ઓવરમાં 175 રન બનાવ્યા હતા. આ સાથે સનરાઈઝર્સ હૈદરાબાદે ત્રીજી વખત IPL ફાઈનલમાં જગ્યા બનાવી છે અને હવે આ ટીમની ટાઈટલ મેચ 26 મેના રોજ કોલકાતા નાઈટ રાઇડર્સ સામે થશે.

આ પણ વાંચો:- Cyclone Storm Remal alert: બંગાળની ખાડીમાં આવનારા ચક્રવાતની સમીક્ષા કરવા માટે NCMCની બેઠક મળી

સનરાઈઝર્સ હૈદરાબાદની જીતનો હીરો હતો હેનરિક ક્લાસેન, અભિષેક શર્મા અને શાહબાઝ અહેમદ. ચેન્નાઈની મુશ્કેલ પરિસ્થિતિમાં હેનરિક ક્લાસને 34 બોલમાં 50 રનની ઈનિંગ રમી હતી. તેના બેટમાંથી 4 છગ્ગા આવ્યા હતા. બોલિંગમાં શાહબાઝ અહેમદે 4 ઓવરમાં 23 રન આપીને 3 વિકેટ લીધી હતી. બેટથી તબાહી મચાવનાર અભિષેક શર્માએ 4 ઓવરમાં 24 રન આપીને 2 મહત્વની વિકેટ લીધી હતી.

બીજા ક્વોલિફાયરમાં રાજસ્થાન રોયલ્સની બેટિંગ નિષ્ફળ રહી હતી. યશસ્વી જયસ્વાલે 21 બોલમાં 42 રન અને ધ્રુવ જુરેલે અડધી સદી ફટકારી હતી. આ બંને સિવાય કોઈ બેટ્સમેન કંઈ કરી શક્યો નહોતો. સંજુ સેમસન માત્ર 10 રન બનાવી શક્યો હતો. રિયાન પરાગ 6 રન બનાવી શક્યો હતો. હેટમાયર માત્ર 4 રન અને પોવેલ માત્ર 6 રનનું યોગદાન આપી શક્યો હતો. રાજસ્થાનની ટીમ 20 ઓવરમાં માત્ર 139 રન જ બનાવી શકી હતી.

દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો