ravindra jadeja

Ravindra Jadeja Retirement: રવિન્દ્ર જાડેજાએ T20 ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધી; ટેસ્ટ અને વનડેમાં રમત ચાલુ રહેશે

Ravindra Jadeja Retirement: વિરાટ કોહલી અને રોહિત શર્મા બાદ રવિન્દ્ર જાડેજાએ પણ T20માંથી નિવૃત્તિ લીધી

ખેલ ડેસ્ક, ૩૦ જૂન: Ravindra Jadeja Retirement: ભારતીય ટીમે T20 વર્લ્ડ કપમાં દક્ષિણ આફ્રિકાને હરાવીને ટાઈટલ જીત્યું હતું. આ જીત બાદ વિરાટ કોહલી અને રોહિત શર્માએ T20 ક્રિકેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરી હતી.

વિરાટ કોહલી અને રોહિત શર્મા બાદ ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજાએ પણ T20 ફોર્મેટમાંથી નિવૃત્તિ જાહેર કરી છે. રવિન્દ્ર જાડેજા વનડે અને ટેસ્ટ ક્રિકેટ રમવાનું ચાલુ રાખશે.

Virat kohli & rohit sharma t20 win

રવિન્દ્ર જાડેજાએ પોતાના ઈન્સ્ટાગ્રામ પર T20 વર્લ્ડ કપની ટ્રોફી સાથેનો ફોટો પોસ્ટ કર્યો છે. તેણે કેપ્શનમાં લખ્યું. હૃદયપૂર્વક કૃતજ્ઞતા. હું T20 આંતરરાષ્ટ્રીય કારકિર્દીને અલવિદા કહી રહ્યો છું. મેં હંમેશા ગર્વથી દોડતા ઘોડાની જેમ મારા દેશ માટે 100 ટકા આપ્યું છે અને આપતો રહીશ. T20 વર્લ્ડ કપ એક સ્વપ્ન સાકાર થવા જેવું છે. યાદો, ઉત્સાહ અને અતૂટ સમર્થન બદલ આભાર.

દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો