Rohit Sharma

Rohit Sharma statement: કેપ્ટનશિપ મુદ્દે રોહિત શર્માએ આપ્યુ મોટુ નિવેદન, કહ્યું- હું કેપ્ટન નહોતો ત્યારે પણ રમ્યો છું!

Rohit Sharma statement: IPLમાં મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન પદ પરથી હટાવ્યા બાદ મુંબઈ ઈન્ડિયન્સે હાર્દિક પંડ્યાને ટીમનું સુકાન સોંપવામાં આવી

whatsapp banner

સ્પોર્ટ્સ ડેસ્ક, 03 મેઃ Rohit Sharma statement: દર વર્ષે યોજાનાર ટી 20 વર્લ્ડ કપ 2024ની ભારતની ટીમ જાહેર થઈ ગઈ છે. ત્યારે ભારતીય ટીમના કેપ્ટન રોહિત શર્માએ અજિત અગરકરની ઉપસ્થિતિમાં મુંબઈમાં એક પ્રેસ કોન્ફરન્સ કરી હતી. IPLમાં મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન પદ પરથી હટાવ્યા બાદ મુંબઈ ઈન્ડિયન્સે હાર્દિક પંડ્યાને ટીમનું સુકાન સોંપવામાં આવી છે. આ અંગે પ્રેસ કોન્ફરન્સમાં પ્રશ્ન પૂછવામાં આવ્યો હતો, તેના પ્રત્યુતરમાં રોહિત શર્માએ કહ્યું કે, ‘હું આ પહેલા ઘણી બધી મેચમાં કેપ્ટન હતો ત્યારે મેચ રમ્યો છું, એટલા માટે મારા માટે આ વાત કઈ નવાઈ નથી.’

આ પણ વાંચો:- Bharti Singh hospitalised: કોમેડિયન ભારતી સિંહની તબિયત અચાનક બગડતા હોસ્પિટલમાં દાખલ- વાંચો વિગત

રોહિતે કહ્યું કે, ‘પહેલા હું કેપ્ટન હતો, પરંતુ તે પછી થોડા સમય માટે હું કેપ્ટન નહોતો. અને હવે ફરી કેપ્ટન છું. આ મારા જીવનનો અમૂલ્ય અનુભવ છે. મેં અલગ અલગ ટીમના કેપ્ટન હેઠળ મેચ રમી છે. કેપ્ટન પદ સાથે મારે કોઈ લેવાદેવા નથી. મેં હમેશા એક ખેલાડી તરીકે જ રમવાની કોશિશ કરી છે. અને એક ખેલાડી તરીકે રમતો રહીશ.’

આ દરમિયાન અજિત અગરકરે કહ્યું કે, ‘રોહિત એક શાનદાર કેપ્ટન છે, તે 50 ઓવરના વર્લ્ડકપમાં કે T20 વર્લ્ડકપ વચ્ચે ઘણાં બધા મહત્ત્વના નિર્ણય લીધા છે. હું જાણું છું કે હાર્દિક પંડ્યા IPLમાં કેવું પર્ફોર્મન્સ કરી રહ્યો છે.’

દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો