IRCTC New Rules: આઈઆરસીટીસી 1 જુલાઈથી કરવા જઈ રહ્યું છે મોટો ફેરફાર; જાણો વિગત..

1 જુલાઈથી ફક્ત આધાર પ્રમાણિત વપરાશકર્તા જ IRCTC વેબસાઇટ અને એપ્લિકેશન પર તત્કાલ ટિકિટ બુક કરાવી શકશે AC અને નોન-AC વર્ગો માટે પ્રથમ 30 મિનિટમાં કોઈ એજન્ટ બુકિંગ નહીં અમદાવાદ, 29 જૂન: IRCTC New Rules: તત્કાલ ટિકિટોની વાજબી અને પારદર્શક ઍક્સેસ સુનિશ્ચિત કરવા અને વાસ્તવિક મુસાફરોના હિતોનું  રક્ષણ કરવાના ઉદ્દેશ્ય સાથે, ભારતીય રેલવેએ તત્કાલ ટિકિટ બુકિંગ સિસ્ટમમાં મુખ્ય ફેરફારોની જાહેરાત કરી છે. આ ફેરફારોનો હેતુ વપરાશકર્તા પ્રમાણીકરણ વધારવા અને યોજનાનો દુરુપયોગ ઘટાડવાનો છે. નવી જોગવાઈઓ નીચે મુજબ છે: 1. ઓનલાઈન તત્કાલ બુકિંગ માટે આધાર પ્રમાણીકરણ:  જુલાઈ 2025થી અમલમાં, IRCTCની સત્તાવાર વેબસાઇટ અને મોબાઇલ એપ્લિકેશન દ્વારા બુક કરાયેલ તત્કાલ ટિકિટ ફક્ત આધાર સાથે  પ્રમાણિત  વપરાશકર્તાઓ માટે જ ઉપલબ્ધ રહેશે. વધુમાં, 15 જુલાઈ 2025થી ઓનલાઈન તત્કાલ બુકિંગ માટે આધાર-આધારિત OTP પ્રમાણીકરણ ફરજિયાત બનશે. View this … Read More