PM modi road show

Vav Tharad development projects: PM મોદીનો વિકસિત ગુજરાત સંકલ્પ – વાવમાં મેગા પ્રોજેક્ટ્સનું લોકાર્પણ

વાવ-થરાદ, 31 માર્ચ: Vav Tharad development projects: વિકસિત ભારત માટે વિકસિત ગુજરાત’ના સંકલ્પને સાકાર કરવાના ઉમદા હેતુ સાથે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે સરહદી વિસ્તાર વાવ-થરાદ ખાતેથી સમગ્ર ગુજરાતને ₹૧૯,૮૦૦ કરોડના વિકાસકાર્યોની ભેટ ધરી હતી. “વિરાસત, વિકાસ અને વિશ્વાસ”ની આ પવિત્ર ધરતી પરથી પ્રધાનમંત્રીએ કેન્દ્ર અને રાજ્ય સરકારના વિવિધ વિભાગોના પ્રકલ્પોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરી જનતાને સમર્પિત કર્યા હતા.

Vav Tharad development projects: સુરક્ષા અને વિકાસનો નવા અધ્યાયની ઐતિહાસિક સિદ્ધિ દર્શાવતા પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ ગૌરવ સાથે જણાવ્યું કે, આજે તેમનું વિમાન સીધું ડીસા એરબેઝ પર ઉતર્યું છે. આ એરબેઝ આંતરરાષ્ટ્રીય સરહદથી માત્ર ૧૩૦ કિમી દૂર છે, જે દેશની સુરક્ષા માટે અત્યંત વ્યૂહાત્મક (Strategic) મહત્વ ધરાવે છે. આ એરબેઝથી વિકાસને નવી દિશા મળશે, તેમણે જણાવ્યું કે, આ પ્રોજેક્ટ દાયકાઓથી ફાઇલોમાં દબાયેલો હતો કારણ કે તત્કાલીન દિલ્હી સરકારને ગુજરાત પ્રત્યે અણગમો હતો જે આ સરકારે આ ફાઇલો બહાર કાઢી કામ પૂર્ણ કર્યું, જેનાથી આ વિસ્તારમાં રોજગારી અને વિકાસમાં વધારો થયો છે.

Vav Tharad development projects

ઉત્તર ગુજરાત સાથેની આત્મીય નાતાની જૂની યાદો અને ભૂતકાળને વાગોળતા પ્રધાનમંત્રીએ કહ્યું કે, “બનાસકાંઠાનું કોઈ ગામ એવું નથી જ્યાં મારી યાદો ન જોડાયેલી હોય.” જૂના કાર્યકર્તાઓને જોઈને તેમણે આનંદ વ્યક્ત કર્યો અને સ્વીકાર્યું કે, આ વિસ્તારના લોકોના સ્નેહ અને ‘બાજરીના રોટલા-લસણની ચટણી’નો પ્રેમ તેઓ ક્યારેય ભૂલી શકશે નહીં, સાથે તેમણે સંતોષ વ્યક્ત કર્યો કે, આજે યુવા પેઢી પણ તે જ કુશળતા સાથે સંગઠનનું કામ સંભાળી રહી છે.

પ્રધાનમંત્રીએ ભાવુકતા સાથે જણાવ્યું હતું કે, ૨૫ વર્ષ પહેલાં આ ક્ષેત્રના વિકાસની જે જવાબદારી જનતાએ તેમને સોંપી હતી, તેને આજે પણ ‘મિશન મોડ’માં આગળ ધપાવવામાં આવી રહી છે.

પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે,(Vav Tharad development projects) “દાયકાઓથી આ વિસ્તાર જે ઉપેક્ષા અને મુશ્કેલીઓનો સામનો કરી રહ્યો હતો, તેનો હવે અંત આવ્યો છે. ૨૦૧૪ પછી ડબલ એન્જિન સરકારની તાકાત મળતા વિકાસની ગતિ બમણી થઈ છે. તેમણે આજે ઊર્જા, રોડ-રસ્તા, રેલવે અને હાઉસિંગ સેક્ટર સાથે જોડાયેલ આ વિકાસ પ્રકલ્પોથી આખા વિસ્તારની કાયાપલટ થશે અને સ્થાનિકોના જીવનધોરણમાં સુધારો આવશે તેમ જણાવ્યું હતું.

આ પણ વાંચો:- Kaynes Semicon: ગુજરાતમાં સેમિકન્ડક્ટર મિશન મજબૂત ₹3300 કરોડનો મોટો પ્રોજેક્ટ શરૂ

ઇન્ફ્રાસ્ટ્રક્ચર સાથે જોડાયેલા નવા પ્રોજેક્ટ્સથી માત્ર બનાસકાંઠા જ નહીં, પરંતુ સમગ્ર ઉત્તર ગુજરાતની કનેક્ટિવિટી મજબૂત બનશે અને આર્થિક ગતિવિધિઓને વેગ મળશે તેમ પ્રધાનમંત્રીએ જણાવ્યુ હતું.

તેમણે રાજ્યમાં વિકાસ કાર્યોનો ઉલ્લેખ કરતા જણાવ્યું હતું કે, આજે વિવિધ પ્રોજેક્ટ્સનું લોકાર્પણ અને શિલાન્યાસ કરવામાં આવ્યો છે,સાથે તેમણે માર્ગ અને રેલવે કનેક્ટિવિટીમાં થઇ રહેલા વિકાસ થકી આ વિસ્તારના ઉદ્યોગો અને ખેડૂતો માટે નવા દ્વાર ખોલાશે તેમ જણાવ્યું હતું

ગુજરાત રિન્યુએબલ એનર્જીમાં વિશ્વનું કેન્દ્ર બની રહ્યું છે. ખાવડા સોલર પાર્ક દ્વારા 4 ગીગાવોટ વીજળી પેદા થશે, જે ખેતી અને ઉદ્યોગો માટે આશીર્વાદરૂપ બનશે તેમ પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું. પ્રધાનમંત્રીએ જણાવ્યું કે, પાકા ઘરનું સપનું સાકાર થઇ રહ્યું છે આજે ગુજરાતમાં હજારો પરિવારોને પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ પાકા ઘર મળ્યા છે. તેમણે આ પુણ્યના ખરા હકદાર જનતાના એક મતને ગણાવ્યો હતો.

Vav Tharad development projects: ભૂતકાળમાં ઉત્તર ગુજરાતમાં જે દુકાળ અને પાણીની તંગી હતી, તેને સુજલામ સુફલામ યોજના અને નર્મદાના પાણી દ્વારા દૂર કરી ખેતીને સમૃદ્ધ બનાવી હોવાનું તેમણે જણાવ્યું. પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, ૨૦૦૫માં ગુજરાતના ખૂણે-ખૂણે વિકાસ પહોંચાડવા માટે “શહેરી વિકાસ વર્ષ”ની શરૂઆત કરાઇ હતી. તે સમયે તેનું બજેટ આશરે ₹૬૫૦ કરોડ હતું પરંતુ વિકાસનું ચક્ર એટલી ઝડપથી આગળ વધ્યું કે આજે આ બજેટ ₹૩૩૦૦૦કરોડથી વધુ થઈ ગયું છે.તેમણે જણાવ્યું હતું કે,આ જ દિશામાં, નવ નવી મહાનગર પાલિકાઓ માટે આશરે ₹૨૦૦૦–₹૩૦૦૦કરોડના લગભગ ૩૦૦ પ્રસ્તાવો મંજૂરી માટે આવ્યા છે. અને સાથે ૭૨ નગરપાલિકાઓને અપગ્રેડ કરવામાં આવી છે.

Vav Tharad development projects

પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે,ગુજરાત સરકારે આ વર્ષે જે બજેટ રજૂ કર્યું છે,જે ₹૦૪ લાખ કરોડથી વધુનું છે. આ રકમ ગામ, કસ્બા અને શહેરોના કાયાકલ્પ માટે ખર્ચવામાં આવશે. જેનાથી રાજ્યની પ્રાથમિક અને માળખાકીય સુવિધામાં વધારો થશે તેમ જણાવ્યું હતું

પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, કઠિન સમય કેટલીય મુશ્કેલીઓ હોવા છતાં આપણા દેશના નાગરિકો એકતા સાથે ઊભા રહે છે. છેલ્લા કેટલાક સમયમાં તમે જોયું હશે કે વિશ્વના અનેક દેશો યુદ્ધ, અસંતોષ અને અસ્થિરતાથી પીડાઈ રહ્યા છે. પશ્ચિમ એશિયામાં સર્જાયેલી પરિસ્થિતિનો પ્રભાવ સમગ્ર વિશ્વ પર પડ્યો છે. ઊર્જાની જરૂરિયાતો જેમ કે ડીઝલ, પેટ્રોલ અને ગેસની અછત સમગ્ર દુનિયામાં વધી ગઈ છે. આવા સંકટમાં પણ ભારતે પરિસ્થિતિને નિયંત્રણમાં રાખી છે. આ પાછળ દેશની સફળ વિદેશ નીતિ અને દેશવાસીઓની એકતાનો મોટો ફાળો છે.

પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે,વૈશ્વિક કટોકટીમાં વૈશ્વિક અસ્થિરતા વચ્ચે પણ ભારતે સફળ વિદેશ નીતિને કારણે ઇંધણના ભાવો અને મોંઘવારીને નિયંત્રણમાં રાખી છે. પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે રાજકીય પાર્ટીઓ વૈશ્વિક સંકટના સમયમાં પણ પોતાનો રાજકીય લાભ મેળવવાના પ્રયત્નમાં વ્યસ્ત છે. દેશને એકતા અને સહકારની જરૂર છે, ત્યારે વિપક્ષના નેતાઓ દેશને વિભાજિત કરવાનો પ્રયત્ન કરી રહ્યા છે. જ્યારે દેશને વિશ્વાસ અને સહકારની જરૂર છે, ત્યારે ભય અને અફવાઓ ફેલાવવા પ્રયાસશીલ છે. જ્યારે દેશને સંયમ અને ધૈર્યની જરૂર છે, ત્યારે લોકોમાં ઉશ્કેરાટ ફેલાવવાનો પ્રયત્ન થઇ રહ્યો છે

વિપક્ષ પર આકરા પ્રહાર કરતા તેમણે કહ્યું કે, જ્યારે દેશને એકતાની જરૂર છે ત્યારે વિપક્ષ ભય અને અફવા ફેલાવીને દેશને વહેંચવાનું કામ કરી રહી છે. વૈશ્વિક મંચ પર ભારતની છબી ખરાબ કરવાના પ્રયાસો થઈ રહ્યા છે, જેનાથી જનતાએ સાવધ રહેવું જોઈએ. પ્રધાનમંત્રીએ પંચાયતથી પાર્લામેન્ટ સુધી જનતાનો ભરોસો જ વિકાસની સુપરફાસ્ટ એક્સપ્રેસને ચલાવી રહ્યો છે. તેમ જણાવ્યું હતું.

પ્રધાનમંત્રીએ માતૃશક્તિને પ્રણામ કરી અંબાજી માતા અને ભગવાન શ્રી ધરણીધરના ચરણોમાં વંદન કરી (મહાવીર જયંતી) નિમિત્તે સૌને શુભેચ્છાઓ પાઠવી હતી.

લોકાર્પણ અને ખાતમુર્હુત…
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા ભારત સરકારના ઊર્જા, માર્ગ-પરિવહન અને હાઇવે તેમજ રેલવે મંત્રાલયના ₹૧૦,૯૦૦ કરોડથી વધુના વિકાસકાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત ,ગુજરાત સરકારના શહેરી વિકાસ વિભાગ હેઠળ ₹૫૨૦૦ કરોડથી વધુના વિકાસકાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત સહિત પ્રધાનમંત્રી આવાસ યોજના (ગ્રામીણ) અંતર્ગત વડાપ્રધાન ગુજરાતના ૩૪ જિલ્લાઓમાં ૩૮૯૪૯ આવાસોમાં નાગરિકોનો ગૃહપ્રવેશ કરાયો હતો

અત્રે ઉલ્લેખનીય છેકે, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી વાવ-થરાદ ખાતેથી (Vav Tharad development projects) ભારત સરકાર અને ગુજરાત સરકારના મળીને કુલ ₹૧૯૮૦૬.૦૯ કરોડના વિકાસકાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કર્યુ હતું જેમાં ભારત સરકારના ઊર્જા, માર્ગ,પરિવહન અને હાઇવે તેમજ રેલવે મંત્રાલયના ₹૧૦,૯૨૧ કરોડના તેમજ ગુજરાત સરકારના શહેરી વિકાસ, જળ સંસાધન, પાણી પુરવઠા, માર્ગ અને મકાન, GIDC, આરોગ્ય અને પરિવાર કલ્યાણ, પ્રવાસન અને આદિજાતિ વિકાસ વિભાગના ₹૮૮૮૬ કરોડના વિકાસકાર્યોના લોકાર્પણ અને ખાતમુહૂર્તનો સમાવેશ થાય છે.

ભારત સરકારના આ ત્રણ મંત્રાલયો હેઠળ ₹૧૦,૯૨૧ કરોડના વિકાસકાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરાયુ હતુ જેમાં, હરિત ઊર્જાનો વ્યાપ અને ઊર્જા સુરક્ષા મજબૂત બનાવાના હેતુથી કચ્છ જિલ્લાના ખાવડા ખાતે વિશ્વનો સૌથી મોટો હાઇબ્રિડ રિન્યુએબલ એનર્જી (RE) પાર્ક નિર્માણાધીન છે. જે ખાવડાના RE પાર્ક માટે ઊર્જા મંત્રાલય હેઠળના ૩ પ્રોજેક્ટ્સનું લોકાર્પણ (કુલ ₹૩૬૪૫કરોડના ખર્ચે) પ્રધાનમંત્રી દ્વારા કરાયુ હતું .

ભારત સરકારના માર્ગ, પરિવહન અને હાઇવે મંત્રાલય હેઠળ ઇડર-બડોલી બાયપાસ ફોર લેન રોડ (₹૭૦૫ કરોડના ખર્ચે) અને ધોળાવીરા-મૌવાણા-વોવા-સાંતલપુર સેક્શનનું (₹૫૭૫કરોડના ખર્ચે) ખાતમુહૂર્ત તેમજ અમદાવાદ-ધોલેરા પેકેજ ૧ (₹૧૨૯૮કરોડના ખર્ચે), પેકેજ ૨ (₹૧૪૧૫ કરોડના ખર્ચે), પેકેજ ૩ (₹૧૦૩૪કરોડના ખર્ચે) અને પેકેજ ૪નું (₹૧૩૫૮ કરોડના ખર્ચે) લોકાર્પણ કરવામાં આવ્યું હતું

ભારત સરકારના રેલવે મંત્રાલયના ₹૮૯૧ કરોડના પ્રોજેક્ટ્સનું લોકાર્પણ કરાયુ હતુ , જેમાં હિંમતનગર-ખેડબ્રહ્મા બ્રોડગેજ લાઇન, ગાંધીધામ-આદિપુર વચ્ચે ક્વૉડ્રપલિંગ અને રાજકોટ-કાનાલુસ ડબલિંગ પ્રોજેક્ટના ભાગરૂપે કાનાલુસ-જામનગર ડબલિંગ જેવા પ્રોજેક્ટ્સનો સમાવેશ થાય છે. આ ઉપરાંત, ખેડબ્રહ્મા-હિંમતનગર-અસારવા ટ્રેનને ખેડબ્રહ્મા ખાતેથી લીલી ઝંડી આપવામાં આવી હતી .

Vav Tharad development projects: વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાત સરકારના વિવિધ વિભાગો હેઠળ કુલ ₹૮૮૮૬કરોડના વિકાસકાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કર્યુ હતું,તેમાં શહેરી વિકાસ વિભાગ હેઠળ સૌથી વધુ ₹૫૨૯૫.૦૫કરોડના પ્રોજેક્ટ્સનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવામાં આવ્યુ હતુ. શહેરી વિકાસ વિભાગના આ પ્રોજેક્ટ્સમાં મુખ્યત્વે અમદાવાદ અને ગાંધીનગર ખાતેના વિકાસકાર્યોનો સમાવેશ થાય છે, જેમાં અમદાવાદ ખાતે ખારીકટ કેનાલનો વિકાસ, અમદાવાદ મહાનગરપાલિકાની BRTS અને AMTS બસ સર્વિસનું મોડર્નાઇઝેશન, હાલના સુભાષબ્રિજને તોડી નાંખીને નવા ફોર લેન બ્રિજનું કન્સ્ટ્રક્શન, આર્થિક રીતે પછાત વર્ગો (EWS) માટે રહેણાંક ઘરોનું નિર્માણ, સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ, ઓડિટોરિયમ વગેરે જેવા પ્રોજેક્ટ્સના લોકાર્પણ અને ખાતમુહૂર્તનો સમાવેશ થાય છે.

ગાંધીનગર ખાતે આર્થિક રીતે પછાત વર્ગો (EWS) માટે રહેણાંક ઘરોનું નિર્માણ, ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશન માટે રાષ્ટ્રીય ધોરીમાર્ગથી અડાલજ TSPS સુધી ખુલ્લા ખોદકામ (લંબાઈ = ૨૪૨૦ મીટર) અને માઇક્રોટનલિંગ (લંબાઈ = ૩૧૮૦ મીટર) દ્વારા ૧૮૦૦ મીમી ગટર ટ્રંક નાખવી, પેથાપુર ખાતે ૧૫ એમએલડી સુવેજ ટ્રીટમેન્ટ પ્લાન્ટનું કન્સ્ટ્રક્શન, રાંધેજા ખાતે ૦૪ તળાવોનું ઇન્ટરલિંકિંગ અને સ્ટોર્મ વોટર લાઇન નાખવાનું કામ વગેરે જેવા પ્રોજેક્ટ્સના લોકાર્પણ અને ખાતમુહૂર્તનો સમાવેશ થાય છે. શહેરી વિકાસ વિભાગ ઉપરાંત, ગુજરાત સરકારના જળ સંસાધન, પાણી પુરવઠા, માર્ગ અને મકાન, GIDC, આરોગ્ય અને પરિવાર કલ્યાણ, પ્રવાસન, આદિજાતિ વિકાસ તેમજ ગ્રામીણ વિકાસ વિભાગના પણ વિવિધ વિકાસકાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરાયુ હતું

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના હસ્તે પ્રધાનમંત્રી આવાસ યોજના (ગ્રામીણ) અંતર્ગત ગુજરાતના ૩૪ જિલ્લાઓમાં ૩૮,૯૪૯ પરિવારોનું પોતાના ઘરનું સ્વપ્ન સાકાર થયું છે. આ નૂતન આવાસોમાં ગૃહપ્રવેશ કરાવીને રાજ્યના નાગરિકોને સુખ, સુવિધા અને સુરક્ષાની ભેટ મળી છે.