PM Modi ukrain visit

PM Modi Visits Ukraine: પીએમ મોદી યુક્રેનની મુલાકાતે, યુદ્ધમાં માર્યા ગયેલા બાળકોને આપી શ્રદ્ધાંજલિ

google news png

દિલ્હી, 23 ઓગસ્ટ: PM Modi Visits Ukraine:વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોલેન્ડમાં બે દિવસીય મુલાકાત બાદ યુક્રેન મુલાકાતે છે. તે સ્પેશિયલ રેલ ફોર્સ વનથી કીવ પહોંચ્યા છે. તે લગભગ 10 કલાકની ટ્રેન મુસાફરી કરી કીવ પહોંચ્યા હતાં. જ્યાં રાષ્ટ્રપતિ જેલેન્સ્કી સાથે મુલાકાત કરી. તેઓ અહીં 7 કલાક રોકાણ કરશે. યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સકીએ થોડા મહિના પહેલા પીએમ મોદીને યુક્રેન આવવાનું આમંત્રણ આપ્યું હતું.

વડાપ્રધાન મોદી યુક્રેનની મુલાકાત (PM Modi Visits Ukraine) લેનારા પ્રથમ ભારતીય વડાપ્રધાન છે. યુક્રેનની સ્થાપના 1991માં સોવિયત સંઘ છૂટુ પડ્યા બાદ થઈ હતી. ત્યારથી આજ સુધી કોઈ ભારતીય વડાપ્રધાન યુક્રેન ગયા નથી. વડાપ્રધાન મોદીની આ મુલાકાત એટલા માટે પણ ખાસ છે કારણ કે 24 ફેબ્રુઆરી 2022ના રોજ રશિયન હુમલા બાદથી અત્યાર સુધી નાટો દેશો સિવાય અન્ય કોઈ દેશના નેતાએ યુક્રેનની મુલાકાત લીધી નથી.

આ પણ વાંચો:- Neem Coated Urea: લીમડો લાવ્યો હજારો મહિલાઓની જીવનમાં મીઠાશ; જાણો વિગત…

વડાપ્રધાન મોદી મેરિન્સકી પેલેસમાં યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સકીને મળ્યા હતાં. આ દરમિયાન બંને નેતાઓ વચ્ચે દ્વિપક્ષીય બેઠક થશે. મોદીના સ્વાગત માટે મેરિન્સકી પેલેસને ભારત અને યુક્રેનના ધ્વજથી શણગારવામાં આવ્યો છે.

કિવમાં ભારતીય સમુદાયે પીએમ મોદીનું સ્વાગત કર્યું હતું. તેઓ યુક્રેન નેશનલ મ્યુઝિયમ પણ જોવા ગયા હતાં. જ્યાં ફેબ્રુઆરી, 2022 બાદ રશિયા સામેના યુદ્ધમાં માર્યા ગયેલા બાળકોને શ્રદ્ધાંજલિ આપી છે. તેઓ યુક્રેનના AV ફોમિન બોટનિકલ ગાર્ડનમાં મહાત્મા ગાંધીની કાંસ્ય પ્રતિમાને પણ શ્રદ્ધાંજલિ અર્પી છે. આ પ્રતિમા 2020માં મહાત્મા ગાંધીની 151મી જન્મજયંતિ પર સ્થાપિત કરવામાં આવી હતી.

Rakhi Sale 2024 ads

યુરોપિયન યુનિયનના મહાસચિવ એન્ટોની ગુટેરેસના પ્રવક્તા સ્ટીફન દુજારિકે અપેક્ષા વ્યક્ત કરી છે કે, વડાપ્રધાન મોદીનની યુક્રેન મુલાકાત શાંતિ લાવવામાં મદદગાર સાબિત થશે. દુજારિકે કહ્યું કે, છેલ્લા થોડા સમયમાં અનેક મોટા દેશોના નેતાઓ કીવની મુલાકાત લીધી હતી. અમને અપેક્ષા છે કે, મોદીની આ મુલાકાતની અસર જોવા મળશે.

દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *