Rajkot- Lalkuan weekly special train: રાજકોટ-લાલકુઆં સ્પેશિયલ ટ્રેન ના ફેરા લંબાવવામાં આવ્યા
Rajkot- Lalkuan weekly special train: ટિકિટો નું બુકિંગ 27 જૂનથી શરૂ થશે

અમદાવાદ, ૨૬ જૂન: Rajkot- Lalkuan weekly special train: મુસાફરોની સુવિધા માટે, પશ્ચિમ રેલવે દ્વારા રાજકોટ- લાલકુઆં સાપ્તાહિક સ્પેશિયલ ટ્રેન ના ફેરા (વિશેષ ભાડા પર) લંબાવવામાં આવ્યા છે. વિગતો નીચે મુજબ છે.
   ટ્રેન નંબર 05046 રાજકોટ-લાલકુઆં વીકલી સ્પેશિયલ, જે અગાઉ 01 જુલાઈ, 2024 સુધી સૂચિત કરવામાં આવી હતી, તે હવે 30 સપ્ટેમ્બર, 2024 સુધી લંબાવવામાં આવી છે. એ જ રીતે, રિટર્ન માં, ટ્રેન નંબર 05045 લાલકુઆં-રાજકોટ સાપ્તાહિક સ્પેશિયલ, જે અગાઉ 30 જૂન, 2024 સુધી સૂચિત કરવામાં આવી હતી, તે હવે 29 સપ્ટેમ્બર, 2024 સુધી લંબાવવામાં આવી છે.
આ પણ વાંચો:- Smart Primary School: 125 વર્ષ જૂની કામરેજ તાલુકાની ખોલવડ ‘સ્માર્ટ’ પ્રાથમિક શાળા
ટ્રેન નંબર 05046 ની વિસ્તૃત ટ્રિપ્સ માટે બુકિંગ 27 જૂન, 2024 થી તમામ PRS કાઉન્ટર્સ અને IRCTC વેબસાઇટ પર ખુલશે. ટ્રેનોના સ્ટોપેજના સમય અને પરિચાલન અંગેની વિગતવાર માહિતી માટે, મુસાફરો www.enquiry.indianrail.gov.in ની મુલાકાત લઈ શકે છે.

