rjt clean

Cleanliness Campaign: રાજકોટ રેલ્વે ડિવિઝનમાં ‘સ્વચ્છતા હી સેવા અભિયાન’ અંતર્ગત વિવિધ પ્રવૃત્તિઓનું આયોજન

google news png

રાજકોટ, 25 સપ્ટેમ્બર: Cleanliness Campaign: રાજકોટ રેલવે ડિવિઝનમાં 17 સપ્ટેમ્બરથી 2 ઓક્ટોબર, 2024 દરમિયાન ‘સ્વચ્છતા હી સેવા અભિયાન’ ચલાવવામાં આવી રહ્યું છે. ‘સ્વચ્છતા હી સેવા’ અભિયાન અંતર્ગત રાજકોટ ડિવિઝનમાં વિવિધ પ્રવૃતિઓનું આયોજન કરવામાં આવી રહ્યું છે.

રેલ્વે સ્ટેશનો, કચેરીઓ, રેલ્વે કોલોનીઓ, આરોગ્ય એકમો અને રેલ્વે ટ્રેકમાં શ્રમદાન દ્વારા સઘન સ્વચ્છતા અભિયાન હાથ ધરવામાં આવી રહ્યું છે. રાજકોટ ડિવિઝન પર રેલવે કર્મચારીઓના બાળકો માટે આજે નિબંધ લેખન અને ચિત્ર સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું.

BJ ADS

બંને સ્પર્ધાઓમાં અનુક્રમે 29 અને 46 બાળકોએ ભાગ લીધો હતો. સ્પર્ધા પછી, સ્વચ્છતા હી સેવા 2024 નું આયોજન, જરૂરિયાત, ઉદ્દેશ્ય અને મહત્વ વિશે તમામ બાળકોને મહત્વપૂર્ણ માહિતી પૂરી પાડવામાં આવી હતી. રેલ્વે લોકો કોલોની રાજકોટ ખાતે રેલ્વે પરિવારના સભ્યોને સ્વચ્છતાનું મહત્વ અને તેમની જવાબદારી અને પ્લાસ્ટિકના ઉપયોગથી થતા નુકસાન અંગે મહત્વની માહિતી આપવામાં આવી હતી.

સ્વચ્છતા પ્રત્યે જાગૃતિ લાવવા માટે વિવિધ વિભાગો દ્વારા રેલ્વે કોલોનીઓમાં ‘સ્વચ્છતાનું ધ્યાન રાખો, તો જ દેશ મહાન બનશે’ જેવા સૂત્રો સાથે ડોર ટુ ડોર અભિયાન ચલાવવામાં આવ્યું હતું.

દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો