Rajkot Division: રાજકોટ ડિવિઝનના વાણિજ્ય નિરીક્ષકે સગીર છોકરાને બાળ કલ્યાણ કેન્દ્રને સોંપ્યો
Rajkot Division: રાજકોટ ડિવિઝનના વાણિજ્ય નિરીક્ષકની સૂઝબૂઝ ના લીધે સગીર છોકરાને સલામત રીતે બાળ કલ્યાણ કેન્દ્રને સોંપવામાં આવ્યો

રાજકોટ, 11 ઓકટોબર: Rajkot Division: રાજકોટ ડિવિઝનના વાણિજ્ય વિભાગના સ્ટાફ શ્રી વિશાલ ભટ્ટ (ડિવિઝનલ કોમર્શિયલ ઇન્સ્પેક્ટર-રાજકોટ) ની સૂઝબૂઝ ના લીધે એક સગીર છોકરાને સલામત રીતે બાળ કલ્યાણ કેન્દ્રને સોંપવામાં આવ્યો છે. 10 ઓકટોબર ના રોજ, ડિવિઝનલ કોમર્શિયલ ઇન્સ્પેક્ટર-રાજકોટ વિશાલ ભટ્ટને ખંભાળિયા અને જામનગર ની વચ્ચે ટ્રેન નં. 22969 ઓખા-વારાણસી એક્સપ્રેસમાં ચેકિંગ દરમિયાન S-3 કોચમાં ટિકિટ વિનાનો સગીર છોકરો મળ્યો.
છોકરો ખૂબ ડરી ગયો હતો કારણ કે તેની પાસે ટિકિટ નહોતી. ભટ્ટે સૂઝબૂઝ વાપરી છોકરા સાથે પ્રેમથી વાત કરી અને તેને તેની સંપૂર્ણ મદદની ખાતરી આપી. થોડા સમય પછી, આ 13 વર્ષના સગીર છોકરાએ કહ્યું કે તેનું નામ સાહિલ છે અને તે બનારસનો રહેવાસી છે. તેના માતા-પિતાના અવસાન બાદ તે ખંભાળિયામાં તેની બહેન અને જીજાજી ના ઘરે રહેતો હતો.

ભટ્ટે છોકરા પાસેથી તેના જીજાજીનો મોબાઈલ નંબર લીધો અને તેઓને જાણ કરી કે સાહિલ ટ્રેનમાં મળ્યો છે અને નિયમ મુજબ તેને જામનગરના આરપીએફ સ્ટાફને સોંપી રહ્યો છું. જામનગર સ્ટેશન પર પહોંચીને, ભટ્ટે આ સગીર છોકરાને આરપીએફના આસિસ્ટન્ટ સબ ઈન્સ્પેક્ટર મુકેશ કુમારને સોંપ્યો.
આરપીએફ સ્ટાફે છોકરાના જીજાજી અને બાળ કલ્યાણ સમિતિને આ બાબતની જાણ કરી છે. હાલ સગીર છોકરાને સલામત રીતે ચિલ્ડ્રન હોમ સાધના સોસાયટી-જામનગરમાં સોંપવામાં આવ્યો છે. આ રીતે, પોતાની સુજબૂઝ અને સતર્કતા થી એક સગીર છોકરાને સહી સલામત રીતે બાળ કલ્યાણ કેન્દ્રમાં સોપનાર રાજકોટ ડિવિઝનના વાણિજ્ય વિભાગના કર્મચારી ની ડિવિઝનલ રેલ્વે મેનેજર અશ્વની કુમાર અને સીનિયર ડીસીએમ સુનિલ કુમાર મીનાએ પ્રશંસા કરી છે.
દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો