kalitalavdi station

kalitalavdi station: ખંભાત-આણંદ મેમુ નું કાલીતલાવડી સ્ટેશન પર સ્ટોપેજ

kalitalavdi station: ખંભાત–આણંદ મેમુના સ્ટોપેજનું ઉદ્ઘાટન સાંસદ મિતેશ પટેલ દ્વારા કાલીતલાવડી સ્ટેશન પર આયોજિત એક કાર્યક્રમમાં પ્રસ્થાન સિગ્નલ બતાવીને કરવામાં આવ્યું

google news png


વડોદરા, 11 ઓકટોબર: kalitalavdi station: મુસાફરોની માંગ અને સુવિધાને ધ્યાનમાં રાખીને પશ્ચિમ રેલવેએ વડોદરા મંડળ ના કાલીતલાવડી સ્ટેશન પર ટ્રેન નંબર 09368 અને 09374 આણંદ-ખંભાત મેમુનું સ્ટોપેજ આપવાનો નિર્ણય કર્યો છે.

ટ્રેન નંબર 09368 અને 09374 ખંભાત – આણંદ મેમુને કાલીતલાવડી સ્ટેશન પર સ્ટોપેજ આપવામાં આવ્યું છે. ટ્રેન નં. 09368/09374 ખંભાત–આણંદ મેમુના સ્ટોપેજનું ઉદ્ઘાટન સાંસદ મિતેશ પટેલ દ્વારા કાલીતલાવડી સ્ટેશન પર આયોજિત એક કાર્યક્રમમાં પ્રસ્થાન સિગ્નલ બતાવીને કરવામાં આવ્યું હતું.

BJ ADS

વરિષ્ઠ જનસંપર્ક અધિકારી પ્રદીપ શર્મા દ્વારા બહાર પાડવામાં આવેલી અખબારી યાદી મુજબ, તેની વિગતો નીચે મુજબ છે:

  • કાલીતલાવડી સ્ટેશન પર ટ્રેન નંબર 09368 ખંભાત-આણંદ મેમુનો આગમન-પ્રસ્થાનનો સમય 04:55/04:56 રહેશે.
  • ટ્રેન નંબર 09374 ખંભાત-આણંદ મેમુનો કાલીતલાવડી સ્ટેશન પર આગમન-પ્રસ્થાનનો સમય 20:00/20:01 રહેશે.

ટ્રેનના સંચાલન સમય, સ્ટોપેજ અને સંરચના વિશે વિગતવાર માહિતી માટે,મુસાફરો www.enquiry.indianrail.gov.in ની મુલાકાત લઈ શકે છે.

દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો