cancel train

Canceled Trains Updates: રાજકોટ ડિવિઝનમાં થી પસાર થતી કેટલીક ટ્રેનો રદ

Canceled Trains Updates: પ્રયાગરાજ સ્ટેશન પર યાર્ડ રિમોડલિંગના કામને લીધે, રાજકોટ ડિવિઝનમાં થી પસાર થતી કેટલીક ટ્રેનો પ્રભાવિત

google news png

રાજકોટ, 12 ઓકટોબર: Canceled Trains Updates: ઉત્તર મધ્ય રેલવેના પ્રયાગરાજ સ્ટેશન પર યાર્ડ રિમેડલિંગ અને રૂટ રિલે ઈન્ટરલોકિંગ (RRI) ને ઈલેક્ટ્રોનિક ઈન્ટરલોકિંગ (EI ) માં રૂપાંતરિત કરવાની કામગીરી ના લીધે, રાજકોટ ડિવિઝનમાં થી પસાર થતી કેટલીક ટ્રેનો પ્રભાવિત થશે. પ્રભાવિત થનાર ટ્રેનોની વિગતો નીચે મુજબ છે:

રદ કરાયેલી ટ્રેનો:

1) 16 ઓક્ટોબર, 2024ની ટ્રેન નંબર 09525 હાપા-નાહરલાગુન સ્પેશિયલ

2) 19 ઓક્ટોબર, 2024ની ટ્રેન નંબર 09526 નાહરલાગુન-હાપા સ્પેશિયલ

BJ ADS

પરિવર્તિત માર્ગ પર ચાલનારી ટ્રેનો:

1) 17 ઓક્ટોબર, 2024ની ટ્રેન નંબર 22969 ઓખા-બનારસ સુપરફાસ્ટ એક્સપ્રેસ ને પરિવર્તિત માર્ગ વાયા જંઘઈ – લખનૌ – કાનપુર સેન્ટ્રલ ના માર્ગ પર ચલાવવામાં આવશે.

2) 19 ઓક્ટોબર, 2024ની ટ્રેન નંબર 22970 બનારસ-ઓખા સુપરફાસ્ટ એક્સપ્રેસ ને પરિવર્તિત માર્ગ વાયા કાનપુર સેન્ટ્રલ-લખનૌ-જંઘઈ ના માર્ગ પર ચલાવવામાં આવશે.

ટ્રેનોના સમય, સ્ટોપેજ અને રચના વિશે વિગતવાર માહિતી માટે, મુસાફરો કૃપા કરીને www.enquiry.indianrail.gov.in ની મુલાકાત લઈ શકે છે.

દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો