Face Care Tips: રાત્રે સૂતા પહેલા લગાવો આ 5 વસ્તુઓ, સવારે ખીલી ઉઠશે ચહેરો…
રાત્રે સૂતા પહેલા આ 5 વસ્તુુઓ લગાવી શકો છો….

લાઇફ સ્ટાઇલ, 22 ડિસેમ્બરઃ Face Care Tips: આખા દિવસની ભાગદોડ પછી રાત્રે પોતાના માટે સમય કાઢવો ખૂબ જ જરૂરી છે. વ્યસ્ત જીવનના કારણે લોકોને પોતાની સંભાળ માટે સમય નથી મળતો. આવી સ્થિતિમાં, તમે રાત્રે સૂતા પહેલા તમારી ત્વચાને 10 મિનિટનો સમય આપી શકો છો. જો તમે ગ્લોઇંગ સ્કિન ઇચ્છો છો તો રાત્રે સૂતા પહેલા આ 5 વસ્તુુઓ લગાવી શકો છો….
ગ્લોઇંગ સ્કિન માટે સુતા પહેલા આ લગાવો
કાચું દૂધઃ રાત્રે સૂતા પહેલા કાચું દૂધ ચહેરા પર લગાવવાથી ટેનિંગ દૂર થાય છે. ઉપરાંત, તે ત્વચાને ઊંડી સફાઈ કરવામાં મદદ કરે છે. આખી રાત ચહેરા પર રહેવા દો અને પછી બીજા દિવસે સવારે પાણીથી ચહેરો સાફ કરો.
ગુલાબ જળ અને ચંદનઃ ગુલાબજળ તમારી ત્વચા માટે એક સુપર હાઈડ્રેટિંગ ઘટક છે. થોડા ગુલાબજળમાં હળદર પાવડર અને ચંદન પાવડર મિક્સ કરીને ફેસ પેક બનાવો અને તેને ફેસ માસ્કની જેમ લગાવો. આ પેકને ઓછામાં ઓછા 20-30 મિનિટ સુધી રહેવા દો અને પછી તેને પાણીથી ધોઈ લો.
ચહેરાના તેલથી મસાજ કરોઃ તમારી ત્વચાને સાફ કર્યા પછી, તમે તમારી પસંદગીના ચહેરાના તેલના થોડા ટીપાંથી મસાજ કરી શકો છો. મસાજ ગોળ ગતિમાં કરવાની હોય છે. તમે બદામનું તેલ, રોઝશીપ તેલ અથવા ફેશિયલ સીરમ પણ પસંદ કરી શકો છો.

એલોવેરા જેલઃ એલોવેરા જેલ એ કુદરતી મોઈશ્ચરાઈઝર છે જે તમારી ત્વચાને સાજા કરે છે. તેનો ઉપયોગ કરવા માટે ચહેરા પર એલોવેરા જેલનું લેયર લગાવો અને મસાજ કરો. પછી તેને આખી રાત રહેવા દો.
આ પણ વાંચો:- Praja Shakti Democratic Party: દેશમાં પાર્ટીઓ મેચ ફિક્સિંગથી ચાલે છે: શંકરસિંહ વાઘેલા
નારિયેળ તેલથી માલિશ કરોઃ રાત્રે સૂતા પહેલા ચહેરો ધોઈ લો અને પછી નારિયેળ તેલથી ચહેરાની મસાજ કરો. તેને ચહેરા પર લગાવવા માટે, ફફ્ત થોડા ટીપાં લો અને પછી હળવા હાથે મસાજ કરો. આમ કરવાથી ત્વચાને હાઇડ્રેટ કરવામાં મદદ મળે છે. આ સાથે તે ચહેરાને ચમકદાર બનાવવામાં પણ મદદ કરે છે. તમે તેનો ઉપયોગ ત્વચાના સ્વાસ્થ્યને સુધારવા માટે કરી શકો છો.
દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો