shankarsinh vaghela

Praja Shakti Democratic Party: દેશમાં પાર્ટીઓ મેચ ફિક્સિંગથી ચાલે છે: શંકરસિંહ વાઘેલા

  • Praja Shakti Democratic Party: પ્રજા શક્તિ ડેમોક્રેટિક પાર્ટીના પ્રદેશ કાર્યાલયના ઉદ્ઘાટન સાથે નવા વરાયેલા અધ્યક્ષ દાંતા નરેશ મહારાણા રિદ્ધિરાજસિંહ પરમારનો પદગ્રહણ સમારોહ યોજાયો.
  • પ્રજાશક્તિ ડેમોક્રેટિક પાર્ટીને ૨૦૨૧માં ભારતના ચૂંટણી આયોગમાં માન્ય પક્ષની મંજૂરી મળી હતી, અને ૨૦૨૩માં રાજ્ય ચૂંટણી આયોગે માન્યતા આપી હતી.
  • પ્રજા શક્તિ ડેમોક્રેટિક પાર્ટી નવી દિશા છે, લોકોમાં ભય દૂર કરવા અને પ્રજાને દુખમાંથી બહાર કાઢવા માટેની પાર્ટી છે. રાજ્યમાં તમામ વર્ગો મોંઘવારી, બેકારી અને અસલામતીથી દુ:ખી છે.
google news png

ગાંધીનગર, 22 ડિસેમ્બર: Praja Shakti Democratic Party: ગુજરાતના લોકપ્રિય નેતા અને પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલા ની ઉપસ્થિતિમાં આયોજિત પ્રજા શક્તિ ડેમોક્રેટિક પાર્ટીના પ્રદેશ કાર્યાલયના ઉદ્ઘાટન તથા નવા વરાયેલા અધ્યક્ષ દાંતા નરેશ મહારાણા રિદ્ધિરાજસિંહ પરમારના પદગ્રહણ સમારોહ સંમેલન આજે ગાંધીનગરના અડાલજ ખાતે યોજાયો હતો. પ્રજા શક્તિ ડેમોક્રેટિક પાર્ટીએ ગાંધીનગરના અડાલજ ખાતે તેના નવા પ્રદેશ કાર્યાલયની રેલી સાથે ઉદ્ઘાટન કરી ઉજવણી કરી હતી.

ઉદઘાટન સંબોધનમાં, પ્રમુખ દાંતા નરેશ મહારાણા રિદ્ધિરાજસિંહ પરમારે પક્ષના ભાવિ માટેના તેમના વિઝનની રૂપરેખા આપી હતી. રિદ્ધિરાજસિંહ પરમારે જણાવ્યું કે આ પ્રજાની પાર્ટી છે જ્યાં નેતાનું ભાષણ નહિ, પરંતુ પ્રજા સાથે સીધો સંવાદ અને તેમની સમસ્યા દૂર કરવાના વિઝન સાથેની પાર્ટી છે.

Praja Shakti Democratic Party

સંમેલનમાં હાજર પાર્ટીના યુવા નેતા કેતન પટેલે જણાવ્યું કે ભગવાન રામને જબરજસ્તીથી મંદિર પૂરું થયું ન હતું ત્યારે બેસાડી દીધા જેથી ભગવાન રામે શંકર (શંકરસિંહ વાઘેલા)ને જગાડ્યા અને ભગવાન રામે કહ્યું કે હવે આ બધા ભગવાનનો પણ રાજકીય ઉપયોગ કરે છે અને સુશાસનની જગ્યાએ કુશાસન થઈ ગયું છે તેને સુશાસનમાં ફેરવવા માટે કઈક કાર્ય કરો. ભગવાનની પ્રેરણા અને આશીર્વાદથી ૨૦૨૦માં સ્થાપના કરવામાં આવેલ પાર્ટી પૂજ્ય બાપુએ ૮૪ વર્ષની ઉંમરે પણ બધાને ભેગા કરવાનું નક્કી કર્યું અને લોકોની પીડા દૂર કરવાનું નક્કી કર્યું જેથી પ્રજાશક્તિ ડેમોક્રેટિક પાર્ટી ગુજરાતમાં સુશાસન સ્થપાશે.

આ પણ વાંચો:- Rabari Samaj Meeting: રબારી સમાજ દ્વારા કુરિવાજ અંગે મીટિંગ યોજાઈ

પૂર્વ રાજ્ય સભા સાંસદ કાનજીભાઇ પટેલે જણાવ્યું કે ડબલ એન્જિન સરકારને કાઢવી જ પડશે અને એ કાઢવા માટે લોકો ઘણી બધી વાતો કરતાં હોય છે પરંતુ હું માનું છું કે આપણે હિંમત દાખવીને ડગલું ભરીએ તો એ વાત અઘરી નથી. સરકાર મૂડીવાદીઓની છે અને જે બંધારણથી વિપરીત છે.

શંકરસિંહ વાઘેલાએ પોતાના પ્રવચનમાં જણાવ્યું કે પક્ષો આવવાના અને જવાના છે. જે જનતા પાર્ટી ૧૯૭૦માં સરકાર લાવી, કયા છે એ પાર્ટી? કયા છે એ પાર્ટીઓ? પરંતુ જાહેર જીવનમાં કેવા લોકોના હાથમાં સુકાન છે એ મહત્વનું છે. ક્યારે શું હશે એ કલ્પના હોય, વહીવટની કલ્પના હોય. અમે લોકો જાહેર જીવનમાં ડબલું કૂટવા નથી આવ્યા, MP MLA બનવા નથી.

આવ્યા, પરંતુ લોકો ટુંકા મનના લોકો જેને ઇતિહાસની ખબર નથી, એ લોકોને શું ખબર. પાર્ટીના હાથમાં છે કે પ્રજાને જીવતી રાખવી, ડરમાં રાખવી, મજા કરાવવી કે મોંઘવારીમાં રાખવી! પાર્ટીઓ મેચ ફિક્સિંગથી ચાલે છે, મેરીટ વારા લીડરને પૂરો કરવાનું ચાલે છે. જે પાર્ટી પોતાની પાર્ટીઓના અંદરના લોકોનું અહિત કર્યું છે અને પોનજી સ્કીમ વાળાને ટોપી પહેરાવવાની અને બુટલેગરને સ્ટેજ પર પગે લાગવાનું. બાપુએ તેમના પાર્ટીના કાર્યકરોને કહ્યું કે મરી ગયેલી પ્રજા છે અને તમે મારશો? પોલીસ, કોર્ટ, અધિકારીઓ મારશે, તમે એને ના મારશો, એને ના છેતરશો.

Buyer ads

રાજ્યભરમાંથી પાર્ટીના પ્રતિષ્ઠિત સભ્યો, મહાનુભાવો અને સમર્થકોએ હાજરી આપી હતી જેમાં પ્રજાશક્તિ ડેમોક્રેટિક પાર્ટી સાથે ગુજરાતના વિવિધ જિલ્લા શહેરમાંથી ખાસ યુસુફ પરમાર, ભારતસિંહ પરમાર (નડિયાદ), કિશોરસિંહ સોલંકી, મુકેશ જિયાની (સુરત), પ્રેમજીભાઈ પટેલ, કીર્તિભાઈ ચૌધરી, જયપ્રકાશ ઠાકર, સંદીપ માંગરોળા જેવા પીઢ નેતાઓ પાર્ટી સાથે જોડાયા છે.

 દાંતા નરેશ મહારાણા રિદ્ધિરાજસિંહ પરમારનો પરિચય

પ્રજાશક્તિ ડેમોક્રેટિક પાર્ટીના નવા વરાયેલા અધ્યક્ષ દાંતા નરેશ મહારાણા રિદ્ધિરાજસિંહજી પરમારનો જન્મ ૩-૧૨-૧૯૮૧ના રોજ જયપુર, રાજસ્થાનમાં થયો હતો. તેમના માતા રાજમાતા ચંદ્રકુમારી કરોલી સ્ટેટના રાજવી પરિવારના છે, જે રાજવી પરિવાર ભગવાન કૃષ્ણના વંશની ઓળખ ધરાવે છે. તેમણે પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ જમનાબાઈ સ્કૂલમાં અને ઉચ્ચ શિક્ષણ મીઠીભાઈ કોલેજથી પ્રાપ્ત કરેલ છે.

દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *