Rajkot-Mahbubnagar special train: રાજકોટ અને મહબૂબનગર વચ્ચે દોડાવવામાં આવશે સ્પેશિયલ ટ્રેન
Rajkot-Mahbubnagar special train: ટિકિટો નું બુકિંગ 1 માર્ચ થી

રાજકોટ, 28 ફેબ્રુઆરી: Rajkot-Mahbubnagar special train: મુસાફરોની સુવિધા માટે, પશ્ચિમ રેલવેએ રાજકોટ અને મહાબૂબનગર વચ્ચે વિશેષ ભાડા પર સ્પેશિયલ ટ્રેન ચલાવવાનો નિર્ણય લીધો છે. વિગતો નીચે મુજબ છે.
ટ્રેન નંબર 09575/09576 રાજકોટ-મહબૂબનગર સ્પેશિયલ (સાપ્તાહિક) (18 ટ્રીપ્સ)
ટ્રેન નંબર 09575 રાજકોટ-મહબૂબનગર સ્પેશિયલ 3 માર્ચ થી 30 જૂન, 2025 દરમિયાન દર સોમવારે 13.45 કલાકે રાજકોટથી ઉપડશે અને બીજા દિવસે 20.00 કલાકે મહેબુબનગર પહોંચશે. એ જ રીતે ટ્રેન નંબર 09576 મહબૂબનગર-રાજકોટ સ્પેશિયલ 4 માર્ચ થી 1 જુલાઈ, 2025 દરમિયાન દર મંગળવારે મહબૂબનગરથી 22.10 કલાકે ઉપડશે અને ગુરુવારે 05.00 કલાકે રાજકોટ પહોંચશે.

આ ટ્રેન બંને દિશા માં વાંકાનેર, સુરેન્દ્રનગર, અમદાવાદ, નડિયાદ, આણંદ, વડોદરા, ઉધના, નંદુરબાર, જલગાંવ, ભુસાવલ, મલકાપુર, અકોલા, વાશીમ, હિંગોલી, બસમત, પૂર્ણા, નાંદેડ, ધર્માબાદ, બાસર, નિઝામાબાદ, કામરેડ્ડી, મેડચલ, કાચીગુડા, ઉમદાનગર, શાદનગર અને જડચરલા સ્ટેશનો પર રોકાશે.
આ ટ્રેનમાં એસી 2-ટાયર, એસી 3-ટાયર, સ્લીપર ક્લાસ અને સેકન્ડ ક્લાસ જનરલ કોચ હશે.
ટ્રેન નંબર 09575 રાજકોટ-મહબૂબનગર સ્પેશિયલનું બુકિંગ 1 માર્ચ, 2025 થી તમામ PRS કાઉન્ટર અને IRCTC વેબસાઇટ પર ખુલશે. ટ્રેનોના સ્ટોપેજ, સમય અને કમ્પોઝિશન સંબંધિત વિગતવાર માહિતી માટે, મુસાફરો કૃપા કરીને www.enquiry.indianrail.gov.in ની મુલાકાત લઈ શકે છે.
દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો