polluation

Awareness about plastic pollution: પ્લાસ્ટિક પ્રદૂષણ પ્રત્યે જાગૃતિ ફેલાવવા રાજકોટ રેલવે ડિવિઝન દ્વારા કાર્યક્રમોનું આયોજન

Awareness about plastic pollution: પ્લાસ્ટિક પ્રદૂષણ પ્રત્યે જાગૃતિ ફેલાવવા રાજકોટ રેલવે ડિવિઝન દ્વારા પ્રભાત ફેરી સહિત અનેક કાર્યક્રમોનું આયોજન

google news png

રાજકોટ, 23 મે: Awareness about plastic pollution: પશ્ચિમ રેલવેના રાજકોટ ડિવિઝન દ્વારા ‘વિશ્વ પર્યાવરણ દિવસ 2025’ નિમિત્તે 22 મે થી 5 જૂન, 2025 દરમિયાન અનેક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે, જેનો મુખ્ય વિષય ‘પ્લાસ્ટિક પ્રદૂષણ સમાપ્ત કરવું’ છે. આ અભિયાનની શરૂઆત 22 મેના રોજ વિવિધ ગતિવિધિઓ સાથે થઈ, જેમાં કાર્યક્રમનો શુભારંભ, જાગૃતિ અભિયાન, પ્લાસ્ટિક કચરાનું આકલન અને નિકાલ, પ્રચાર સામગ્રીનું પ્રદર્શન, અને કર્મચારીઓ માટે પ્લાસ્ટિકના ઉપયોગમાં ઘટાડો લાવવા, રિસાઇક્લિંગ એન્ડ વેસ્ટ મેનેજમેંટ પર કાર્યશાળાઓનો સમાવેશ થાય છે.

આ પહેલોનો ઉદ્દેશ્ય મુસાફરો, રેલવે કર્મચારીઓ અને સ્થાનિક સમુદાયોને પ્લાસ્ટિકનો ઉપયોગ ઘટાડવા અને યોગ્ય કચરા નિકાલની પદ્ધતિઓ અપનાવવાના મહત્વ વિશે શિક્ષિત કરવાનો છે. આ અભિયાન હેઠળ, પ્લાસ્ટિક કચરાના નિકાલ અને વ્યવસ્થાપન માટે સામૂહિક પ્રયાસો કરવામાં આવી રહ્યા છે જેથી પ્લાસ્ટિક પ્રદૂષણને ઘટાડી શકાય.

આ અભિયાનને આગળ વધારતા આજે સવારે, 23 મે 2025 ના રોજ, પ્લાસ્ટિક પ્રદૂષણ પ્રત્યે જનજાગૃતિ ફેલાવવાના ઉદ્દેશ્યથી એક પ્રભાત ફેરીનું આયોજન કરવામાં આવ્યું, જેનાથી પર્યાવરણ પર પ્લાસ્ટિક કચરાની હાનિકારક અસરો વિશે જાગૃતિ વધારી શકાય.

BJ ADVT

આ પ્રભાત ફેરી રાજકોટ રેલવે ડિવિઝનના અપર ડિવિઝન રેલ પ્રબંધક કૌશલ કુમાર ચૌબે ના નેતૃત્વમાં, વરિષ્ઠ ડિવિઝન યાંત્રિક એન્જિનિયર મેઘરાજ તાતેડ સહિત વિવિધ વિભાગોના શાખા અધિકારીઓ, અન્ય રેલવે અધિકારીઓ અને કર્મચારીઓ, સિવિલ ડિફેન્સ કર્મીઓ, સ્કાઉટ અને ગાઈડ, અને સ્થાનિક શાળાઓના વિદ્યાર્થીઓની ઉપસ્થિતિમાં હાથ ધરવામાં આવી. કાર્યક્રમ અંતર્ગત, પ્લાસ્ટિકના ઉપયોગને મર્યાદિત કરવા, પ્લાસ્ટિકના ઉપયોગથી પર્યાવરણ અને પરિસ્થિતિ તંત્ર પર પડતી દુષ્પ્રભાવોને રેખાંકિત કરતા સ્લોગન લખેલા બેનરો અને પોસ્ટરો સાથે એક રેલી કાઢવામાં આવી.

આ રેલી ડીઆરએમ ઓફિસથી શરૂ થઈને રેલવે કોલોનીમાંથી પસાર થઈ હતી અને તેનું સમાપન ડીઆરએમ ઓફિસ પર જ કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં શાળાના બાળકોને પણ સામેલ કરવામાં આવ્યા જેથી વર્તમાનની સાથે-સાથે ભવિષ્યમાં આવનારી પેઢીઓ પણ પ્લાસ્ટિક કચરાથી પર્યાવરણ પર પડતી દુષ્પ્રભાવ પ્રત્યે સજાગ રહે.

આ ઉપરાંત આ પહેલનો ઉદ્દેશ્ય જનસમુદાયને પર્યાવરણને અનુકૂળ જીવન પદ્ધતિ અપનાવવા માટે પણ પ્રોત્સાહિત કરવાનો હતો.

દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો