Bhaktinagar Station: ભક્તિનગર સ્ટેશન પર ચાર ટ્રેનોના સ્ટોપેજના સમયમાં વધારો
Bhaktinagar Station: મુસાફરો ફેરફારને ધ્યાનમાં રાખીને પોતાની યાત્રા શરૂ કરે

રાજકોટ, 23 મે: Bhaktinagar Station: પશ્ચિમ રેલવે દ્વારા મુસાફરોની સુવિધા માટે ભક્તિનગર સ્ટેશન પર આવનારી 4 ટ્રેનોના સ્ટોપેજના સમયને 30.05.2025 થી લઈને આગામી સૂચના સુધી વધારવામાં આવ્યો છે. વિગતો નીચે મુજબ છે:
- ટ્રેન સંખ્યા 19571 રાજકોટ-પોરબંદર એક્સપ્રેસ ભક્તિનગર સ્ટેશન પર 07:37 વાગ્યે આવશે અને 07:39 વાગ્યે ઉપડશે.
- ટ્રેન સંખ્યા 19208 રાજકોટ-પોરબંદર એક્સપ્રેસ ભક્તિનગર સ્ટેશન પર 16:25 વાગ્યે આવશે અને 16:27 વાગ્યે ઉપડશે.
- ટ્રેન સંખ્યા 59423 રાજકોટ-વેરાવળ લોકલ ભક્તિનગર સ્ટેશન પર 08:12 વાગ્યે આવશે અને 08:14 વાગ્યે ઉપડશે.
- ટ્રેન સંખ્યા 59421 રાજકોટ-વેરાવળ લોકલ ભક્તિનગર સ્ટેશન પર 18:32 વાગ્યે આવશે અને 18:34 વાગ્યે ઉપડશે.

મુસાફરો ઉપરોક્ત ફેરફારને ધ્યાનમાં રાખીને પોતાની યાત્રા શરૂ કરે અને ટ્રેનોના સંચાલન સંબંધિત નવીનતમ અપડેટ્સની જાણકારી માટે www.enquiry.indianrail.gov.in પર જઈને અવલોકન કરે જેથી કોઈ પ્રકારની અસુવિધા ન થાય.
દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો