Rajkot Pension Adalat: રાજકોટ રેલ મંડળમાં સફળતાપૂર્વક આયોજિત કરાઈ પેન્શન અદાલત
Rajkot Pension Adalat: કુલ ૩૦ કેસ પ્રાપ્ત થયા, આ તમામ કેસોનો સ્થળ પર જ નિકાલ કરવામાં આવ્યો

રાજકોટ, 17 જૂન: Rajkot Pension Adalat: પશ્ચિમ રેલવેના રાજકોટ મંડળ પર તાજેતરમાં પેન્શન અદાલતનું સફળતાપૂર્વક આયોજન કરવામાં આવ્યું. પેન્શનરો અને પારિવારિક પેન્શનરો પાસેથી અગાઉથી અરજીઓ મંગાવવામાં આવી હતી, જેના પર આવશ્યક કાર્યવાહી કરવામાં આવી. કુલ ૩૦ કેસ પ્રાપ્ત થયા, આ તમામ કેસોનો સ્થળ પર જ નિકાલ કરવામાં આવ્યો.
આ દરમિયાન કુલ ૦૮ પેન્શન પે ઓર્ડર (PPO) જારી કરવામાં આવ્યા, જે ઉપસ્થિત નિવૃત્ત રેલકર્મીઓને અપર મંડળ રેલ પ્રબંધક કૌશલ કુમાર ચૌબે દ્વારા વ્યક્તિગત રૂપે પ્રદાન કરવામાં આવ્યા.
ચૌબેએ ઉપસ્થિત તમામ પેન્શનરો અને પેન્શનર એસોસિએશનના પ્રતિનિધિઓને ખાતરી આપી કે માત્ર પેન્શન અદાલત દરમિયાન જ નહીં, પરંતુ સામાન્ય કાર્ય દિવસોમાં પણ પેન્શનરોની સમસ્યાઓ પર પૂરું ધ્યાન આપવામાં આવશે તથા કર્મચારી વિભાગ અને લેખા વિભાગ દ્વારા હંમેશા પૂરો સહયોગ કરવામાં આવશે.

આ વખતે ની પેન્શન અદાલતમાં આશરે ૩૦ વરિષ્ઠ નાગરિકો/તેમના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા અને સૌહાર્દપૂર્ણ રીતે પેન્શન અદાલત સંપન્ન થઈ.
આ પણ વાંચો:- Gujarat Rain Updates: સૌરાષ્ટ્રમાં સાર્વત્રિક મેઘમહેર; ગઢડા તાલુકામાં સૌથી વધુ ૧૪ ઇંચ જેટલો વરસાદ
આ અવસર પર વરિષ્ઠ મંડળ કાર્મિક અધિકારી અમૃત સોલંકી, વરિષ્ઠ મંડળ ફાઈનાન્સ પ્રબંધક કિરણિંદુ આર્ય, સહાયક કાર્મિક અધિકારી કમલેશ દવે, સહાયક કાર્મિક અધિકારી હસમુખ ચુનાવાલા, કલ્યાણ નિરીક્ષકોની ટીમ, સ્થાપના સેટલમેન્ટ વિભાગ અને લેખા વિભાગ (પેન્શન) ની ટીમના કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા અને પેન્શન અદાલતને સફળ બનાવી.
દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો