Divya Deshmukh

Women’s World Chess Champion: દિવ્યા દેશમુખ 2025 માં FIDE મહિલા વિશ્વ ચેસ ચેમ્પિયન બની

Women’s World Chess Champion: પ્રધાનમંત્રીએ દિવ્યા દેશમુખને FIDE મહિલા વિશ્વ ચેસ ચેમ્પિયન 2025 બનવા બદલ અભિનંદન આપ્યા

 

નવી દિલ્હી, 29 જુલાઈ:  Women’s World Chess Champion: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દિવ્યા દેશમુખને FIDE મહિલા વિશ્વ ચેસ ચેમ્પિયન 2025 બનવા બદલ અભિનંદન આપ્યા છે. “કોનેરુ હમ્પીએ સમગ્ર ચેમ્પિયનશિપ દરમિયાન પણ અપાર કૌશલ્ય દર્શાવ્યું છે. બંને ખેલાડીઓને તેમના ભવિષ્યના પ્રયાસો માટે શુભકામનાઓ”,  પ્રધાનમંત્રી મોદીએ જણાવ્યું હતું.

પ્રધાનમંત્રીએ X પર પોસ્ટ કર્યું:

“બે ઉત્કૃષ્ટ ભારતીય ચેસ ખેલાડીઓનો સમાવેશ કરતી ઐતિહાસિક ફાઇનલ!

આ પણ વાંચો:- Bilvapatra puja to Somnath Mahadev: આ વિશેષ શૃંગાર દ્રષ્ટિએ દર્શનાર્થીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બન્યો હતો

યુવાન દિવ્યા દેશમુખને FIDE મહિલા વિશ્વ ચેસ ચેમ્પિયન 2025(Women’s World Chess Champion)  બનવા બદલ ગર્વ છે. આ નોંધપાત્ર સિદ્ધિ માટે તેણીને અભિનંદન, જે ઘણા યુવાનોને પ્રેરણા આપશે.

કોનેરુ હમ્પીપણ સમગ્ર ચેમ્પિયનશિપ દરમિયાન અપાર કૌશલ્ય દર્શાવ્યું છે.

બંને ખેલાડીઓને તેમના ભવિષ્યના પ્રયાસો માટે શુભકામનાઓ. “

BJ ADVT