Changes in primary school time: 16 સપ્ટેમ્બરે ગુજરાતની તમામ પ્રાથમિક શાળાના સમયમાં ફેરફાર
Changes in primary school time: 16 સપ્ટેમ્બરે સવારે 8 વાગ્યાથી સાંજે 4 વાગ્યા સુધી ગુજરાતમાં 300થી વધુ જગ્યાએ રક્તદાન શિબિરનું આયોજન

અમદાવાદ, 10 સપ્ટેમ્બરઃ Changes in primary school time: : અમદાવાદ સહિત રાજ્યની તમામ પ્રાથમિક શાળાના સમયમાં મંગળવારે (16 સપ્ટેમ્બર, 2025) દિવસ પૂરતો ફેરફાર કરવામાં આવ્યો છે. આ દિવસે રાજ્યની તમામ પ્રાથમિક શાળાનો સમય સવારનો રહેશે, જેનું કારણ રાજ્યભરમાં યોજાનાર વિશાળ મહા રક્તદાન શિબિર છે.
મળતી માહિતી મુજબ, ભારત સરકારના ઓપરેશન સિંદુરના સફળ આયોજન અને વડાપ્રધાન મોદીના જન્મ દિવસ નિમિત્તે 16 સપ્ટેમ્બરે સવારે 8 વાગ્યાથી સાંજે 4 વાગ્યા સુધી ગુજરાતમાં 300થી વધુ જગ્યાએ રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે.

રાજ્યના તમામ કર્મચારીઓ દ્વારા મહારક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે. રાજ્યના પ્રાથમિક શિક્ષકો પણ આ શિબિરમાં જોડાઇ શકે અને આ કાર્યક્રમમાં પોતાનું યોગદાન આપી શકે તે માટે મંગળવારે શાળાના સમયમાં એક દિવસ પૂરતો ફેરફાર કરવામાં આવ્યો છે.
આ પણ વાંચો:- The Gujarat Clinical Establishment: રજીસ્ટ્રેશન વિના ચાલતી ચિકિત્સા સંસ્થાને રુ. 5 લાખ સુધીના થશે દંડ
પ્રાથમિક શિક્ષણ નિયામકની કચેરી દ્વારા રાજ્યના શિક્ષણાધિકારીઓ અને શાળાઓને સૂચના આપવામાં આવી છે કે 16 સપ્ટેમ્બરના રોજ શાળાઓમાં એક દિવસ માટે સમય સવારે 8 વાગ્યાથી 11 વાગ્યા સુધીનો રહેશે.
આ દરમિયાન શિક્ષકો અને વિદ્યાર્થીઓને મહારક્તદાન શિબિરમાં ભાગ લેવા માટે પ્રોત્સાહિત કરવામાં આવશે. ગુજરાત રાજ્યના પ્રાથમિક શિક્ષણ ડિપાર્ટમેન્ટ દ્વારા આ જાહેરનામું સારવાર તરીકે તમામ જિલ્લાઓ અને શાળાઓને મોકલવામાં આવ્યું છે.
દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો