Breaking news 02

Heavy rain forecast in Surat: હવામાન વિભાગની ચેતવણી: સુરતમાં ભારે વરસાદ

google news png

સુરત, ૨૭ સપ્ટેમ્બર: Heavy rain forecast in Surat: ભારતીય હવામાન વિભાગ દ્વારા જાહેર કરાયેલા હવામાન અનુમાન મુજબ સુરત જિલ્લામાં આવતીકાલે રવિવાર, તા.૨૮ સપ્ટેમ્બર ૨૦૨૫ના રોજ ભારે વરસાદ અંગે રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. ત્યારબાદ સોમવાર, તા.૨૯ સપ્ટેમ્બર ૨૦૨૫ના રોજ સુરત જિલ્લામાં ભારે વરસાદ અંગે ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.

સુરત નજીકના અન્ય જિલ્લાઓ માટે પણ આગામી દિવસોમાં(Heavy rain forecast in Surat) ભારે વરસાદને લઈને રેડ એલર્ટ અને ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યા છે. વધુમાં, તા.૨૮, ૨૯ અને ૩૦ સપ્ટેમ્બર દરમિયાન મેઘગર્જના (થંડરસ્ટોર્મ) થવાની શક્યતા દર્શાવવામાં આવી છે.

આ પણ વાંચો:- Garba on Operation Sindoor: સૈન્યના શૌર્યના સન્માનમાં રાજ્યભરમાં ‘ઓપરેશન સિંદૂર’ પર એકસાથે ગરબા

રેડ અને ઓરેન્જ એલર્ટને (Heavy rain forecast in Surat) ધ્યાનમાં રાખીને જિલ્લા આપત્તિ વ્યવસ્થાપન તંત્ર સાથે સંકળાયેલા અધિકારીઓ તથા કર્મચારીઓને જરૂરી તકેદારીના પગલા લેવા અનુરોધ કરવામાં આવ્યો છે.

OB banner
દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો