Dhoraji health center

ધોરાજી, ઉપલેટા અને જામકંડોરણાના ડેડીકેટેડ કોરોના હેલ્થ સેન્ટરની વિશિષ્ઠ કામગીરી

Dhoraji health center

૨૪૦૦થી વધુ  આર.ટી.પી.સી.આર. ટેસ્ટ સેમ્પલ કલેક્શન, ૧૫૦૦ થી વધુ એન્ટિજન ટેસ્ટ કરાયા

૧૧ ધન્વંતરિ રથ દ્વારા ૪૦ હજારથી વધુ લોકોની તપાસ તેમજ ઉકાળાનું વિતરણ

રિપોર્ટ:રાજકુમાર,રાજકોટ

રાજકોટ,૧૭ ઓગસ્ટ, સૌરાષ્ટ્રના હબ રાજકોટ ખાતે સિવિલ હોસ્પિટલમાં અદ્યતન કોવીડ – ૧૯ હોસ્પિટલ કાર્યરત છે તેમજ લેબોરેટરી ખાતે આર.ટી.પી.સી.આર. સેમ્પલ ટેસ્ટીંગ કરવામાં આવી રહ્યા છે. રાજ્ય સરકાર દ્વારા તાલુકા કક્ષાએ પણ આર.ટી.પી.સી.આર. ટેસ્ટ સેમ્પલ કલેક્શન સેન્ટર તેમજ એન્ટિજન ટેસ્ટ મોટા[પાયે કરવામાં આવી રહ્યા છે. 

રાજકોટ જિલ્લાના ધોરાજી ખાતે ડેડીકેટેડ કોરોના હેલ્થ સેન્ટર પર તા. ૨૭ એપ્રિલથી આર.ટી.પી.સી.આર. ટેસ્ટ કલેક્શન સેન્ટર તેમજ તા. ૧૬ જૂનથી એન્ટિજન ટેસ્ટની કામગીરી કરાઇ રહી છે. આ  ઉપરાંત ઉપલેટા અને જામકંડોરણા પંથકના લોકોને કોરોના સામે લડવા માટે નજીકમાં જ હેલ્થ સેન્ટર પર આ સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી છે.

Dhoraji health center 3

આજ સુધીમાં આ સેન્ટર પર ધોરાજીના ૭૫૬, ઉપલેટામા ૧૦૮૫ તેમજ જામકંડોરણામા ૬૦૪ મળી કુલ ૨૪૦૦ થી વધુ આર.ટી.પી.સી.આર. ટેસ્ટનું કલેક્શન કરી રાજકોટ મોકલવામાં આવ્યા છે, જેમાં ૨૬૬ કેસ પોઝિટિવ કેસ આવ્યા હોવાનુ તાલુકા હેલ્થ સુપરવાઇઝર રજનીકાંતભાઈ સાવલીયાએ જણાવ્યું છે.

મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીની સૂચનાથી સુપર સ્પ્રેડર લોકોના ટેસ્ટ કરી તેમને ટ્રેસ કરવાની કામગીરી હાલ આ પંથકમાં જોરશોરથી ચાલી રહી છે.  3300થી વધુ લોકોના સ્ક્રીનિંગ બાદ ડેડીકેટેડ કોરોના હેલ્થ સેન્ટર પર એન્ટિજન ટેસ્ટ દ્વારા  સુપર સ્પ્રેડર લોકોના ટેસ્ટ કરવામાં આવી રહ્યા છે. જેમા ધોરાજી ખાતે ૩૫૩, ઉપલેટા ખાતે ૯૫૧ અને જામકંડોરણા ખાતે ૨૩૧ સહીત કુલ ૧૫૩૫ એન્ટિજન ટેસ્ટ કરવામા આવ્યા છે. જેમા કુલ ૧૨૫ પોઝિટિવ કેસ બહાર આવ્યા છે. 

Dhoraji health center 2

આરોગ્ય ચકાસણી તેમજ જાગૃતિ અર્થે આ વિસ્તારમાં કુલ ૧૧ ધન્વંતરિ રથ કાર્યરત છે. હાલ સુધીમાં કુલ ૪૦ હજારથી વધુ લોકોની તપાસ તેમજ ઉકા ળાનું વિતરણ  કરવામાં આવ્યું છે. વિવિધ આરોગ્ય કેન્દ્રમાં ૪૭ હજારથી વધુની ઓ.પી.ડી. કરવામાં આવી છે,  જેમાં ૫૦ થી વધુ શંકાસ્પદ દર્દીઓ સામે આવ્યા હોવાનું ધોરાજી નાયબ મામલતદારશ્રી સુરેશ ખીમાણીએ જણાવ્યું છે.

ધોરાજી ખાતે સરકાર માન્ય ૨૨ બેડની ખાનગી હોસ્પિટલ સ્કંદ લાઈફ કેર સેન્ટર ખાતે કોરોનાની સારવાર ઉપલબ્ધ છે. અહીં હાલ ૫ દર્દીઓ સારવાર હેઠળ છે. અત્યાર સુધીમાં ૧૫ જેટલા દર્દીઓની સારવાર કરવામાં આવી હોવાનું તેમજ તમામ માહિતી ઓનલાઇન રાજ્ય સરકારની ગાઈડલાઈન મુજબ મુકવામાં આવતી હોવાનું ઉપસ્થિત તબીબે જણાવ્યું હતું.