Mahila shram divas

રાજકોટ જિલ્લા મહિલા અને બાળ અધિકારીની કચેરી દ્વારા “મહિલા શ્રમ દિવસ”ની ઉજવણી કરાઈ

Mahila shram divas

“મહિલા શ્રમ દિવસ” ઉજવણીના ભાગરૂપે રાજકોટ શહેરનીશ્રમજીવી મહિલાઓની બાળકીઓને દીકરી વધામણા કીટ વિતરણ કરાઈ

રિપોર્ટ:પ્રિયંકા,રાજકોટ

રાજકોટ, ૧૭, ઓગસ્ટ: ગુજરાત સરકારના મહિલા અને બાળ વિકાસ વિભાગ, ગાંધીનગરના નેતૃત્વ હેઠળ રાજ્યના દરેક જિલ્લામાં “મહિલા સશક્તિકરણ પખવાડીયા”ની સફળતાપૂર્વક ઉજવણી થઈ રહી છે. મહિલાઓને સ્વસ્થ અને સ્વાવલંબી બનાવવા વિવિધ વિષયોના રસથાળ સાથે જ્ઞાનવર્ધક માહિતીથી જાગૃત કરવામાં આવી રહી છે. જે અન્વયે રાજકોટ જિલ્લા મહિલા અને બાળ અધિકારીની કચેરી દ્વારા મહિલા શ્રમ દિવસની ઉજવણી કરવામાં આવી હતી.

Mahila shram divas 2

           આ સંદર્ભે રાજકોટ જિલ્લા મહિલા અને બાળ અધિકારીશ્રી જનકસિંહ ગોહિલના માર્ગદર્શન હેઠળ રાજકોટ શહેરની વિવિધ કન્સ્ટ્રકશન સાઈટ પર કામ કરતી શ્રમજીવી મહિલાઓની મુલાકાત લઈને મહિલા શ્રમ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. શ્રમિક બહેનોને આરોગ્ય અને મહિલાલક્ષી વિવિધ યોજનાઓ અંગે માહિતી પુરી પાડવામાં આવી હતી.

તેમજ ‘‘બેટી બચાવો, બેટી પઢાવો’’ યોજના અંતર્ગત શ્રમજીવી મહિલાઓની બાળકીઓને દીકરી વધામણા કીટ આપવામાં આવી હતી. સાથો-સાથ વ્હાલી દીકરી યોજનાના ફોર્મ પણ વિતરણ કરવામાં આવ્યા હતા. ઉપરાંત શ્રમજીવી મહિલાઓ અને કિશોરીઓને હાઈજીન કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું.

Mahila shram divas 3

        જિલ્લા મહિલા અને બાળ અધિકારીની કચેરી અને મહિલા શક્તિ કેન્દ્રના કર્મચારીઓ દ્વારા આ કામગીરી કરવામાં આવી હતી.