Market yard 2

જસદણ માર્કેટીંગ યાર્ડ ખાતે કતારબંધ વાહનોમાં થઇ રહેલી જણસોની મબલખ આવક

Market yard 2

૫૦૦ કવીન્ટલ ઘઉં, ૩૦૦ કવીન્ટલ મગફળી અને ૨૦૦૦ કવીન્ટલ બી.ટી. કપાસ સહિત કુલ ૫૬૬૮ કવીન્ટલ જણસોનો જથ્થાની આવક

 અહેવાલ:રશ્મિન યાજ્ઞિક, રાજકોટ

રાજકોટ, ૧૨ ઓક્ટોબર: રાજકોટ જિલ્લાના વિવિધ માર્કેટીંગ યાર્ડ ખાતે મગફળી અને કપાસના પાકની આવકને પગલે ખેડૂતોના કતારબંધ વાહનો વિવિધ કૃષિ જણસો વેંચાણ અર્થે આવી રહી છે. જસદણ માર્કેટીંગ યાર્ડ ખાતે આવી જ લાંબી કતારમાં પોતાની જણસો સાથે ૩૫૦ થી ૪૦૦ જેટલા વાહનોમાં ખેડૂતો પોતાની મગફળી અને કપાસના ઉત્પાદનને વેંચાણ અર્થે લાવ્યા હતા. 

Market yard

જેમાં ઘઉં ૫૦૦ કવીન્ટલ, મગફળી જી-૨૦ ૨૨૦૦ કવીન્ટલ, બી.ટી. કપાસ ૨૦૦૦ કવીન્ટલ  સહિત કુલ ૫૬૬૮ કવીન્ટલ વિવિધ જણસોનો જથ્થાની આવક થઇ હતી. જેના લઘુત્તમ ૨૦ કીલોના રૂ. ૨૦૦ થી મહત્તમ રૂા. ૪૪૦૦ ઉપજયા હતા. તેમ જસદણ માર્કેટીંગ યાર્ડના સેક્રેટરીશ્રી બળવંતભાઇ ચોહલીયાની યાદીમાં જણાવાયું છે.