Collage open: ૮મી ફેબ્રુઆરી સોમવારથી રાજ્યભરની કોલેજોમાં પ્રથમ વર્ષના શૈક્ષણિક કાર્ય માટે વર્ગખંડ શરૂ કરાશે

રાજ્ય સરકારનો નિર્ણય
તા.૮મી ફેબ્રુઆરી 2021 આગામી સોમવારથી રાજ્યભરની Collage open કોલેજોમાં પ્રથમ વર્ષના શૈક્ષણિક કાર્ય માટે વર્ગખંડ શરૂ કરાશે

  • Collage open સોશિયલ ડિસ્ટન્સ સહિતની SOPના પાલન સાથે વર્ગખંડો પુનઃ શરૂ થશે
  • હોસ્ટેલ રિ-ઓપન કરવા અંગે પણ SOP જાહેર કરવામાં આવી
  • હોસ્ટેલના એક રૂમમાં બે થી વધુ વિદ્યાર્થીઓ સાથે નહીં રહિ શકે
  • સોશિયલ ડિસ્ટન્સ જાળવવું- હેન્ડ સેનિટાઇઝરનો ઉપયોગ સહિતની કોવિડ-19 સંક્રમણ નિયંત્રણની SOPનું પાલન કરવાનું રહેશે
Collage open

અહેવાલ: ઉદય વૈષ્ણવ,સીએમ-પી. આર.ઓ

ગાંધીનગર, ૦૪ ફેબ્રુઆરી: Collage open રાજ્ય સરકારના શિક્ષણ વિભાગે આગામી સોમવાર તા.૮ ફેબ્રુઆરી-ર૦ર૧થી રાજ્યની કોલેજોમાં પ્રથમ વર્ષના વિદ્યાર્થીઓ માટે વર્ગખંડ શિક્ષણ પૂન: શરૂ કરવાની જાહેરાત કરી છે શિક્ષણ વિભાગ દ્વારા આ અંગે બહાર પાડવામાં આવેલા ઠરાવમાં જણાવાયું છે કે પ્રથમ વર્ષના શૈક્ષણિક અભ્યાસક્રમ માટેના વર્ગખંડો શરૂ કરવામાં આવે ત્યારે બે વિદ્યાર્થીઓ વચ્ચે સેઇફ સોશિયલ ડિસ્ટન્સનું પાલન તેમજ વિદ્યાર્થીઓની બેઠક વ્યવસ્થા ઝીગ-ઝેગ, સ્ટેગર્ડમેનરમાં ગોઠવવાની રહેશે

શિક્ષણ અગ્ર સચિવ શ્રીમતી અંજુ શર્માએ આ નિર્ણયની વધુ વિગતો આપી હતી.

તેમણે કહ્યું કે રાજ્યમાં કોરોના સંક્રમણની તીવ્રતા દિવસે દિવસે ઘટતી જાય છે ત્યારે વિદ્યાર્થીઓ ના લાંબાગાળાના શૈક્ષણિક હિતમાં રાજ્ય સરકારે અગાઉ તા.૧૧ જાન્યુઆરી-ર૦ર૧થી પ્રથમ તબક્કે તમામ પોસ્ટગ્રેજ્યુએટ, પી.એચ.ડી, એમ.ફિલ અભ્યાસક્રમો તેમજ મેડીકલ, પેરામેડિકલના અને અન્ય સ્નાતક અભ્યાસક્રમોના ફાયનલ ઇયર-અંતિમ વર્ષના તમામ વિદ્યાર્થીઓ માટે વર્ગખંડો ભૌતિક રીતે શરૂ કરાવેલા છે હવે, શિક્ષણ વિભાગ અને આરોગ્ય વિભાગના વરિષ્ઠ અધિકારીઓની સંયુકત બેઠકમાં વિશદ ચર્ચા-પરામર્શ બાદ રાજ્ય સરકારે તા.૮ ફેબ્રુઆરી-ર૦ર૧ સોમવારથી પ્રથમ વર્ષના વિદ્યાર્થીઓને પણ વર્ગખંડ-ભૌતિક શિક્ષણ આપવા કોલેજો શરૂ કરવાનો નિર્ણય કર્યો છે

Whatsapp Join Banner Guj

શિક્ષણ અગ્ર સચિવ શ્રીમતી અંજુ શર્માએ એમ પણ કહ્યું કે Collage open ફાયનલ ઇયર અંતિમ વર્ષ અને ફર્સ્ટ ઇયર-પ્રથમ વર્ષના વર્ગ પૂન: શરૂ કર્યાની સ્થિતિ અને અન્ય જરૂરી ચર્ચા-વિચારણા સમીક્ષા પછી દ્વિતીય વર્ષના વર્ગખંડો શરૂ કરવા પણ રાજ્ય સરકાર યોગ્ય સમયે નિર્ણય કરશે.

અત્રે એ નિર્દેશ કરવો જરૂરી છે કે, રાજ્ય સરકાર સંચાલિત તમામ સમરસ હોસ્ટેલ જે અગાઉ કોવિડ-19 ડેઝીગ્નેટ સેન્ટર તરીકે કાર્યરત કરવામાં આવી હતી તેવી હોસ્ટેલને પણ કોરોના સંક્રમણ ઘટતાં હવે, વિદ્યાર્થીઓના આવાસ-નિવાસ માટે પૂન: શરૂ કરવા પણ શિક્ષણ વિભાગે SOP નિર્ધારીત કરી છે.

તદઅનુસાર, આવી સમરસ હોસ્ટેલ પૂન: શરૂ કરતાં પહેલાં તકેદારીના પગલાંરૂપે હાથની સ્વચ્છતા, સામાજિક અંતર અને અન્ય આવશ્યક પગલાંઓ સુનિશ્ચિત કરવાના રહેશે.

આ SOPમાં જણાવ્યાનુસાર હોસ્ટેલમાં એક રૂમમાં બે થી વધુ વિદ્યાર્થીઓને સાથે રહેવા મંજૂરી નહિ અપાય એટલું જ નહિ કોવિડ-19ના લક્ષણો ધરાવતા વિદ્યાર્થીને કોઇ પણ સંજોગોમાં હોસ્ટેલમાં પ્રવેશ કે રહેવાની મંજૂરી આપવામાં આવશે નહી.

આ પણ વાંચો…Sushant case: સુશાંત સિંહ રાજપૂતને ડ્રગ્સની લત લગાડનારા વ્યક્તિની ધરપકડ, જાણો કોણ છે તે?

  • હોસ્ટેલમાં રહેતા તમામ વિદ્યાર્થીઓનું થર્મલ સ્ક્રિનિંગ સુનિશ્ચિત કરવાનું રહેશે.
  • જમવાના રૂમમાં/કિચનમાં પૂરેપૂરી સ્વચ્છતા જાળવવાની રહેશે. વધારે ભીડને ટાળીને. નાના સમૂહોમાં ભોજન પીરસવું જોઇશે. વિદ્યાર્થીઓ અને સ્ટાફ માટે રૂમમાં ભોજનની વ્યવસ્થા સરળ અને વિનાવિલંબે ઉપલબ્ધ થઇ શકે તે રીતે ગોઠવણ કરવાની રહેશે.
  • હોસ્ટેલના કેમ્પસમાં કોઇ ભીડ ન થાય તે રીતે આયોજન કરવાનું રહેશે અને તે માટે વિદ્યાર્થીઓની સંખ્યાને યોગ્ય રીતે મર્યાદિત કરવાની રહેશે. આ માટે વિદ્યાર્થીઓને તબક્કાવાર બોલાવવાના રહેશે.
  • વિદ્યાર્થીઓ હોસ્ટેલ કેમ્પસમાં સ્વયં-શિસ્ત અને કોવિડ સંબંધિત કાળજીભર્યા વર્તનનું પાલન કરે તેવી અપેક્ષા રાખવામાં આવે છે. વિદ્યાર્થીઓએ • નિયમિત અને યોગ્ય રીતે હાથની સ્વચ્છતા જાળવવી • સામાજિક અંતર જાળવવું • આંખ, નાક અને મોંને સ્પર્શ કરવાનું ટાળવું • હંમેશા ફેસ માસ્ક પહેરવુંનું પાલન કરવાનું રહેશે.
  • હોસ્ટેલના દરેક ફલોર પર સેનીટાઇઝર આપવાના રહેશે તથા વિદ્યાર્થીઓ/સ્ટાફ સાથે વસ્તુઓની આપ-લે કર્યા પછી, દિવાલો, દરવાજા, દરવાજાના હેન્ડલ, સીડીની રેલીંગ, સ્વીચો વગેરે જેવી સપાટીઓને સ્પર્શ કર્યા પછી સેનીટાઇઝરનો ઉપયોગ કરવો હિતાવહ છે.
  • કોવિડથી સાવચેતીના ભાગ રૂપે સ્વ-શિસ્તની બાબત તરીકે વોશરૂમનો ઉપયોગ કરતી વખતે પણ સામાજિક અંતરનાં ધોરણોનું પાલન અપેક્ષિત છે.
  • કોરિડોરમાં સામાજિક અંતર જાળવવું જોઇએ, કોઇ વિદ્યાર્થીઓના મેળાવડાની મંજૂરી આપી શકાશે નહી.
  • હોસ્ટેલ બિલ્ડીંગના કોઇપણ ભાગમાં ભેગા થવાની મંજૂરી આપવાની નથી અને વિદ્યાર્થીઓએ પણ ગ્રુપમાં મળવાનું ટાળવું જોઇએ.
  • હોસ્ટેલની બહાર અને હોસ્ટેલના બગીચામાં, વિદ્યાર્થીઓએ ભેગા થવાનું અથવા ગ્રુપમાં બેસવાનું ટાળવું જોઇએ.
  • તમામ પ્રકારની રમતો જેમાં શારીરિક સ્પર્શ થઇ શકે તેવી રમતોને રમવાની મંજૂરી નથી, કેમ્પસમાં જિમ સુવિધા પણ બંધ રહેશે.
  • ભોજનાલયમાં સંપૂર્ણ કોવિડ-૧૯ નિયમોના પાલનની ખાતરી કરવા માટે સ્લોટ-આધારિત કૂપન સિસ્ટમ દાખલ કરવું હિતાવહ છે.
  • ભોજનાલયના હોલમાં અને રસોઇઘરમાં ફરજ પરના કર્મચારીઓને દરરોજ તેમની ફરજ શરૂ કરતા પહેલા આરોગ્યની સ્થિતિ માટે તપાસવામાં આવશે અને ફરજ દરમિયાન ફેસ-માસ્ક, હેડકવર અને હેન્ડ ગ્લોવ્ઝ ફરિજયાત રાખવાના રહેશે. ભોજનાલયનો સ્ટાફને પણ સામાજિક અંતરનું પાલન કરવું પડશે.
  • સપાટીઓ અને ફલોરની સફાઇ માટે ફુડ ગ્રેડ ડીસઇનફેકટસનો ઉપયોગ કરવો. શાકભાજી કે અન્ય ખાદ્ય પદાર્થોને ધોવા માટે કોઇ બ્લીચ, વોશિંગ સોડા, ડીટરજન્ટ પાવડરનો ઉપયોગ ન કરવો. તાજા શાકભાજી અને અન્ય ખાદ્ય પદાર્થોને કાપતા પહેલા ગરમ પાણીથી ધોવાના રહેશે.
  • વિદ્યાર્થીઓને સ્વ-શિસ્તતા રાખવા અને જમાવા માટે ડાઇનિંગ હોલની અંદર ભીડ કરવાનું ટાળવા પ્રોત્સાહન આપવું.
  • વારંવાર ઉપયોગમાં લેવાતા વોટરરૂમના પોઇંટ્સ અત્યંત સંવેદનશીલ હોવાથી તેને સ્પર્શ કરતા પહેલા અથવા પછી હાથની સ્વચ્છતામાં સાવચેતી રાખવી જરૂરી છે. હાથ દ્વારા ઓછામાં ઓછું સ્પર્શ થાય એ સુનિશ્ચિત કરવા માટે યોગ્ય વ્યવસ્થા કરવી.
  • માસ્ક, સોશિયલ ડીસટન્સ અને લાઇન પ્રણાલીનું યોગ્ય રીતે પાલન કરવું.
  • રસોડા, ડાઇનિંગ હોલ, બાથરૂમ અને શૌચાલયો વગેરેમાં સ્વચ્છતાની સ્થિતિનું નિયમિત નિરીક્ષણ કરવું જોઇએ.
  • વાસણો યોગ્ય રીતે સાફ થાય તે જોવાનું રહેશે.
  • તાજુ ભોજન રાંધવામાં આવે તે સુનિશ્ચિત કરવું આવશ્યક છે તેથી એક સીનીયર કર્મચારીએ તેનું મોનિટરીંગ કરવાનું રહેશે.
  • શંકાસ્પદ કેસોની જાણ કરવી: તાવ અને ઉધરસ અને શ્વાસની તકલીફ ધરાવતા કોઇ પણ વ્યકિતનો પ્રવેશ અટકાવવો, આવા કિસ્સાઓમાં સંબંધિત વિભાગને જાણ કરવી ફરજિયાત રહેશે. આવા વ્યકિતને તરત જ નજીકની ક્વોરેન્ટાઇન સુવિધા ખાતે અથવા નજીકની કોવિડ હોસ્પિટલમાં લઇ જવાના રહેશે.
  • દરેકને પોતાની પાણીની બોટલ લાવવા અને જનરલ પાણીની બોટલ/મગ/ગ્લાસનો ઉપયોગ ટાળવા પ્રોત્સાહિત કરવા .
  • દરેક સંસ્થાએ નિયમિતપણે તેના વિદ્યાર્થીઓ, સ્ટાફ અને કર્મચારીઓના આરોગ્યની દેખરેખ રાખવી જોઇએ.
  • સ્ટાફ અને વિદ્યાર્થીઓએ પણ તેમના સ્વાસ્થ્યની સ્વ-દેખરેખ રાખવા માટે તકેદારી લેવી.
  • કોઇ સ્ટાફ અને વિદ્યાર્થીને અથવા તેમના કુટુંબના સભ્યોમાંથી કોઇને ચેપ લાગ્યો હોય/ કોવિડ-19ની સારવાર મળી હોય તે સ્વેચ્છાએ તેની પણ કરવી જોઇશે.
  • માંદગી/આરોગ્યના કોઇ પણ લક્ષણોના કિસ્સામાં કાર્યકારી સ્ટાફને ક્લિનિકલ સારવાર માટે નજીકની COVID સારવાર સુવિધામાં મોકલવાના રહેશે.
  • કર્મચારીઓએ લંચ માટે તંત્ર દ્વારા આપવામાં આવેલ સોશિયલ ડિસ્ટન્સના નિયમોનું સખત પાલન કરવાનું રહેશે અને સિકયુરિટી ગાર્ડ અને મેસ સ્ટાફ દ્વારા ડાઇનિંગ હોલમાં વિદ્યાર્થીઓની સંખ્યા પર નજર રાખવાની રહેશે. થર્મલ સ્કેનરો, સેનિટાઇઝર, વગેરેની પૂરતી વ્યવસ્થા રિસેપ્શન એરિયા સહિતના તમામ એન્ટ્રી અને એકઝીટ પોઇન્ટ પર ઉપલબ્ધ કરાવવાની રહેશે.
  • હોસ્ટેલ કેમ્પસની એન્ટ્રી/એકઝીટ પર લાઇનની વ્યવસ્થા સુનિશ્ચિત કરવા માટે ગેટ પર ૬ ફુટના અંતર સાથે ચોક્કસ નિશાનો બનાવવા અને તેનું પાલન કરવું.
  • જો સંસ્થામાં એન્ટ્રી/એકઝીટ માટે એક કરતા વધુ ગેટ હોય તો ભીડ ન થાય તે માટે તમામ ગેટનો પૂરતી કાળજી સાથે ઉપયોગ કરવો.
  • વિદ્યાર્થીઓ, સ્ટાફ અને કર્મચારીઓની સ્ક્રીનંગ, ફેસ માસ્ક પહેરીને, હાથનું સેનિટાઇઝિંગ વગેરે દરેક પ્રવેશ સ્થળોએ સુનિશ્ચિત કરવું આવશ્યક છે.
  • તાવ, ખાંસી અથવા શ્વાસ લેવામાં તકલીફના લક્ષણો ધરાવતા લોકોને અંદર પ્રવેશવાની મંજૂરી આપવી નહીં.

રાજ્ય સરકારે કોલેજોના પ્રથમ વર્ષના શૈક્ષણિક કાર્ય માટે વર્ગખંડો શરૂ કરવા સાથે હોસ્ટેલ્સનો પણ આવાસ-નિવાસ હેતુથી પૂન: ઉપયોગ કરવા આ જે SOP શિક્ષણ વિભાગે જારી કરી છે તેનું પાલન અવશ્યપણે કરવા શિક્ષણ અગ્ર સચિવે અનુરોધ કર્યો છે.