પશ્ચિમ રેલ્વે (Western railway) 3 નવી ટ્રેનો દોડાવશે, જાણો ક્યારે અને ક્યાં માટે?

western railway

પશ્ચિમ રેલ્વે (Western railway) વેરાવળ-બાંદ્રા ટર્મિનસ, હાપા-બિલાસપુર અને ઓખા – નાથદ્વારા વચ્ચે સ્પેશિયલ ટ્રેનો ચલાવશે

પશ્ચિમ રેલ્વે (Western railway) દ્વારા મુસાફરોની માંગ અને સુવિધાને ધ્યાનમાં રાખીને વેરાવળ-બાંદ્રા ટર્મિનસ, હાપા-બિલાસપુર અને ઓખા-નાથદ્વારા વચ્ચે સ્પેશિયલ ટ્રેનો ચલાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

Railways banner

ઉપરોક્ત ટ્રેનોની વિગતો નીચે મુજબ છે: –

1. ટ્રેન નંબર 09218/09217 વેરાવળ-બાંદ્રા ટર્મિનસ-વેરાવળ સ્પેશિયલ (દૈનિક)

ટ્રેન નંબર 09218 વેરાવળ-બાંદ્રા ટર્મિનસ સ્પેશિયલ વેરાવળથી 23 ફેબ્રુઆરીથી રોજ આગળની સૂચના સુધી 11:50 વાગ્યે ચાલીને બીજા દિવસે સવારે 05:45 વાગ્યે બાંદ્રા ટર્મિનસ પહોંચશે. બદલામાં ટ્રેન નંબર 09217  બાંદ્રા ટર્મિનસ – વેરાવળ સ્પેશિયલ આગળની સૂચના સુધી 24 ફેબ્રુઆરી 2021 થી 13:40 વાગ્યે બાંદ્રા ટર્મિનસથી ચાલીને અને બીજા દિવસે સવારે 07:20 વાગ્યે વેરાવળ પહોંચશે.

આ ટ્રેન બંને દિશામાં જુનાગઢ, જેતલસર, ગોંડલ, રાજકોટ, વાંકાનેર, થાન, મુલીરોડ, સુરેન્દ્રનગર, લખતર, વિરમગામ, અમદાવાદ, મણિનગર, મહેમદાબાદ ખેડા રોડ, નડિયાદ, આણંદ, વડોદરા, પાલેજ, ભરૂચ, અંકલેશ્વર, કોસામ્બા, સુરત, નવસારી, બીલીમોરા, વલસાડ, વાપી, દહાણુ રોડ, પાલઘર, વિરાર, બોરીવલી અને અંધેરી સ્ટેશનો પર રોકશે.

ટ્રેન નંબર 09217 અંધેરી, વિરાર, પાલેજ સ્ટેશનો પર અટકશે નહીં. આ ટ્રેનમાં સેકન્ડ એસી, થર્ડ એસી, સ્લીપર અને સામાન્ય વર્ગના આરક્ષિત કોચ રહેશે.

2. ટ્રેન નંબર 09239/09240 હાપા-બિલાસપુર-હાપા સુપરફાસ્ટ સ્પેશ્યલ (સાપ્તાહિક)

ટ્રેન નંબર 09239 હાપા-બિલાસપુર સ્પેશિયલ 27 ફેબ્રુઆરી 2021 થી આગળની સૂચના સુધી દર શનિવારે હાપાથી 21:55 વાગ્યે ચાલીને ત્રીજા દિવસે સવારે 03:00 વાગ્યે બિલાસપુર પહોંચશે. વાપસીમાં, ટ્રેન નંબર 09240 બિલાસપુર-હાપા સ્પેશિયલ 01 માર્ચ 2021 થી આગળની સૂચના સુધી બિલાસપુરથી સોમવારે 10:45 વાગ્યે ચાલીને બીજા દિવસે 15:30 વાગ્યે હાપા પહોંચશે.

આ ટ્રેન બંને દિશામાં રાજકોટ, વાંકાનેર, સુરેન્દ્રનગર, વિરમગામ, અમદાવાદ, નડિયાદ, આણંદ, વડોદરા, ભરૂચ, સુરત, નંદુરબાર, અમલનેર, જલગાંવ, ભુસાવલ, અકોલા, વડનેરા, વર્ધા, નાગપુર, ગોંદિયા, દુર્ગ અને રાયપુર સ્ટેશનો પર રોકાશે. ટ્રેનમાં સેકન્ડ એસી, થર્ડ એસી, સ્લીપર અને સામાન્ય વર્ગના આરક્ષિત કોચ રહેશે.

3. ટ્રેન નંબર 09575/9576 ઓખા – નાથદ્વારા – ઓખા એક્સપ્રેસ (સાપ્તાહિક)

ટ્રેન નંબર 09575 ઓખા-નાથદ્વારા સ્પેશિયલ 24 ફેબ્રુઆરી 2021 થી આગળની સૂચના સુધી દર બુધવારે સવારે 08:20 વાગ્યે ઓખાથી ઉપડશે અને બીજા દિવસે સવારે 05:55 વાગ્યે નાથદ્વારા પહોંચશે. વાપસીમાં, ટ્રેન નંબર 09576 નાથદ્વારા-ઓખા સ્પેશિયલ 25 ફેબ્રુઆરી 2021 થી આગળની સૂચના સુધી દર ગુરુવારે 20:55 વાગ્યે નાથદ્વારાથી ઉપડશે અને બીજા દિવસે સાંજે 18:55 વાગ્યે ઓખા પહોંચશે.

આ ટ્રેન બંને દિશામાં માર્ગમાં દ્વારકા, ખંભાળીયા, જામનગર, હાપા, રાજકોટ, વાંકાનેર, સુરેન્દ્રનગર, અમદાવાદ, નડિયાદ, આણંદ, છાયાપુરી, દાહોદ, રતલામ, મંદસૌર, નીમચ, ચિત્તોડગઢ અને માવલી ​​જંકશન સ્ટેશનો પરરોકાશે. ટ્રેનમાં સેકન્ડ એસી, થર્ડ એસી, સ્લીપર અને સામાન્ય વર્ગના આરક્ષિત કોચ રહેશે.

ટ્રેન નં. 09218 બુકિંગ 20 ફેબ્રુઆરી 2021 થી અને ટ્રેન નં. 09217, 09239 અને 09575 નું બુકિંગ 21 ફેબ્રુઆરી, 2021 થી નિયુક્ત પીઆરએસ કાઉન્ટર્સ અને આઈઆરસીટીસી વેબસાઇટ પર શરૂ થશે. ઉપરોક્ત તમામ ટ્રેનો ખાસ ભાડા સાથે સંપૂર્ણ આરક્ષિત ટ્રેનો તરીકે ચાલશે. વિવિધ સ્પેશિયલ ટ્રેનોના સ્ટોપેજ અને સમય અંગે વિસ્તૃત માહિતી માટે મુસાફરો www.enquiry.indianrail.gov.in ની મુલાકાત લઈ શકે છે.

આ પણ વાંચો…Alert: મોબાઇલમાં છુપાઇને પોર્ન જોનારા અને સર્ચ કરનારા થઇ જજો સાવધાન! આ રાજ્ય સરકારે એક કંપનીને નજર રાખવા આપ્યો કોન્ટ્રાક્ટ