Untitled 3d588a3d edited

શું તમે સીટીસી, ગ્રોસ અને નેટ પગાર(ctc gross and net salary) વચ્ચેનું અંતર જાણો છો? તો અચુકથી વાંચો આ માહિતી

ctc gross and net salary

બિઝનેસ ડિસ્ક, 03 એપ્રિલઃ મોટાભાગના લોકો નોકરી કરે છે, પરંતુ નોકરી કરતા લોકો ગ્રોસ સેલેરી અને નેટ સેલેરી(ctc gross and net salary) વચ્ચેનું અંતર જાણે છે ખરા? તાજેતરમાં જ સમાચારો આવી રહ્યાં છે કેન્દ્ર સરકાર દ્વારા એક એપ્રીલથી શરૂ થયેલા નવા નાણાકીય વર્ષમાં નવી વેતન સંહિતા (ન્યુ વેજ કોડ)ની અમલમાં લાવી છે. પરંતુ રાજ્યો તરફથી તૈયારી નહીં હોવાના કારણે તથા બીજા અન્ય કારણોમાંથી તેને ટાળી દીધી છે. સરકારે 29 કેન્દ્રીય લેબર કાયદાને મળીને 4 નવી સંહિત તૈયાર કરી છે. જે અંતર્ગત આવનારી નવી વેતન સંહિતાના પ્રાવધાન અનુસાર કર્મચારીનો બેઝીક પગાર તેના સીટીસી કરતા 50 ટકા વધારે કે તેટલો જ હોવો જોઈએ. મોટાભાગના લોકો નોકરી કરે છે, પરંતુ નોકરી કરતા લોકો ગ્રોસ સેલેરી અને નેટ સેલેરી(ctc gross and net salary) વચ્ચેનું અંતર જાણે છે ખરા? તો આવો જાણીએ સીટીસી, સેલેરી પેકેજ, બેઝીક સેલેરી અને ગ્રોસ સેલેરી(ctc gross and net salary)માં શું અંતર હોય છે ?

ADVT Dental Titanium

તે માટે સૌ પ્રથમ જાણવું પડશે કે સીટીસી શું છે? CTC એટલે કંપની દ્વારા પોતાના કર્મચારી ઉપર વર્ષમાં ખર્ચ કરવામાં આવનારા પૈસા, કોસ્ટ ટુ કંપની એટેલે સીટીસી. સીટીસીને કંપનીનો ખર્ચ કહેવામાં આવે છે. તે અંતર્ગત ઘર ભાડુ, બચતમાં યોગદાન, મેડિકલ ઈન્શ્યોરન્સ અને ટેલિફોન બીલ વિગેરેનો સમાવેશ થાય છે. તો કેટલીક કંપનીઓ દ્વારા સીટીસીમાંથી ગ્રેચ્યુઈટીનો પણ સમાવેશ કરવામાં આવે છે. આ એક પ્રકાનું બોનસ છે. જે કંપની પોતાના કર્મચારી તેના રિટાયર્ડ થવા ઉપર કે નોકરી છોડ્યા બાદ આપે છે.

ગ્રોસ સેલેરી એટલે જેમાં વાસ્તવિક રાશીને દર્શાવે છે. કોઈપણ કપાત પહેલા મળનારા પગારને ગ્રોસ પગાર કહેવામાં આવે છે. તેમાં તમારો મૂળ પગારની સાથે સાથે પ્રોત્સાહન, બોનસ, ઘરભાડુ અને કર્મચારી ભવિષ્ય નિધિનો સમાવેશ થાય છે. ગ્રોસ વેતન કોઈ પણ કર્મચારીને વાર્ષિક મળનારો પગાર, ભાડુ અને એડ-ઓન લાભોનું એકત્રીકરણ છે. તો સીટીસી કંપની દ્વારા કર્મચારી ઉપર લગાવવામાં આવેલો કુલ ખર્ચ છે. ગ્રોસ વેતનમાં કર્મચારી ભવિષ્ય નિધિ અને કર્મચારીના વિમાનો સમાવેશ થતો નથી. પરંતુ સીટીસીમાં આ બંનેનો સમાવેશ થાય છે.

Whatsapp Join Banner Guj

ટેક હોમ સેલેરી કે નેટ સેલેરીને હિન્દીમાં શુદ્ધ વેતન કહેવામાં આવે છે. તે એવી ચૂકવણી છે જે કંપની દ્વારા દરેક પ્રકારના કપાતને બાદ કરીને આપવામાં આવે છે. આ પગાર જે મહિનાના અંતમાં કંપની દ્વારા તમારા ખાતામાં જમા કરવામાં આવે છે.

આ પણ વાંચો….

ચેતવણીઃ આ તારીખોમાં પીક પર પહોંચશે કોરોના(corona)ની બીજી લહેર- તો બીજી તરફ કોવેક્સિનના ત્રીજા ડોઝના ક્લિનિકલ ટ્રાયલને સરકારી પેનલની મળી મંજૂરી