860d7f9d 84f3 4d8d 9aef 0393440c6309 edited

નર્મદા વિકાસ રાજ્યમંત્રી યોગેશભાઈ પટેલે(Yogesh patel) લીધી હોસ્પિટલની મુલાકાત: મેટ્રો હોસ્પિટલ કેમ્પસમાં પ્રાથમિક તબક્કે ૪૦ પથારીની કોવિડ સારવાર સુવિધા ઊભી કરાશે, સાથે આપી મહત્વની સુચના

Yogesh patel

અમદાવાદ, 08 એપ્રિલઃ નર્મદા વિકાસ રાજ્ય મંત્રી યોગેશભાઈ પટેલે(Yogesh patel) આજે પ્રદેશ મહામંત્રી ભાર્ગવ ભટ્ટ સાથે થયેલ પરામર્શ મુજબ હરણી સ્થિત મેટ્રો હોસ્પિટલ કેમ્પસની, નાયબ મ્યુનિ. કમિશનર ધીરેન તળપદા,કાર્યપાલક ઇજનેર રાજેશ ચૌહાણ, ધાર્મિક દવે, સબ સ્ટેશન ફાયર ઓફિસર એચ.પી. પુવાર સાથે મુલાકાત લીધી હતી. મેટ્રો હોસ્પિટલના સહયોગથી પ્રથમ માળે જનરલ વોર્ડમાં પ્રારંભિક તબક્કે ૪૦ પથારીની કોવિડ સારવાર સુવિધા ઊભી કરવામાં આવશે. એટલું જ નહિ તબક્કાવાર આ હોસ્પિટલમાં પથારીની સંખ્યા ૨૦૦ સુધી લઈ જવામાં આવશે તેમ તેમણે જણાવ્યું હતું. તેમણે ઉમેર્યું કે મેટ્રો હોસ્પિટલમાં હાલમાં બીજા માળે ૨૮ રૂમ અને ત્રીજા માળે ૨૮ બેડ સાથે આઇ.સી.યુ ની સુવિધા ઉપલબ્ધ છે. હોસ્પિટલમાં જરૂરી નર્સિંગ સ્ટાફ ઉપરાંત પાયાની સુવિધાઓ પણ ઉપલબ્ધ છે.

Whatsapp Join Banner Guj


આ હોસ્પિટલમાં કોરોનાની સારવાર માટે જરૂરી તમામ સુવિધાઓ ઉભી કરવા માટે ખાસ ફરજ પરના અધિકારી ડો.વિનોદ રાવ અને મ્યુનિ.કમિશનર પી.સ્વરૂપ સાથે ચર્ચા વિચારણા કરી છે.એક જ અઠવાડિયામાં અહી જરૂરી તમામ સુવિધાઓ ઉભી કરવામાં આવશે.અને કોરોના દર્દીઓની સારવાર શરૂ કરવામાં આવશે.જેથી સરકારી હોસ્પિટલો પરનું ભારણ ઘટશે. રાજ્ય મંત્રી(Yogesh patel)એ હોસ્પિટલના વહીવટદાર ડો. રાજીવ ત્યાગીને હોસ્પિટલમાં ફાયર એન. ઓ.સી સહિત જરૂરી તમામ મંજૂરીઓ સત્વરે મેળવી લેવા સૂચના આપી હતી.

ADVT Dental Titanium

હોસ્પિટલના વહીવટદાર ડો.રાજીવ ત્યાગીએ હોસ્પિટલમાં ઉપલબ્ધ સુવિધાઓ અંગે મંત્રીને વાકેફ કર્યા હતા. જ્યારે ખૂટતી સુવિધાઓ ઉભી કરવા જણાવ્યું હતું.તેના ભાગરૂપે આગામી દિવસોમાં અહી પ્રવાહી ઓકસીજનના સંગ્રહ માટેની ટાંકી બનાવવાની સાથે ઓકસીજન પૂરો પાડવા માટે જરૂરી લાઈન બિછાવવાનું કામ પૂરું કરાશે.આગામી ત્રણથી પાંચ દિવસમાં આ સુવિધા કાર્યરત કરી દેવાનો સંકલ્પ છે.

આ પણ વાંચો….

આ દેશની સેક્સ વર્ક્સ હડતાલ(prostitutes strike) પર ઉતરી, કહ્યું-પ્રાથમિક ધોરણે અમને કોરોનાની વેક્સિન આપો..!