1586922875 8647

self lockdown: વધતા જતા સંક્રમણને લઈને આ જીલ્લાઓ તેમજ બજારો બંધ રહેશે- જાણો આ શહેરોનું નામ છે સામેલ

અમદાવાદ, 20 એપ્રિલઃ સમગ્ર દેશમાં કોરોનાનો કહેર વરસી રહ્યો છે. દિન પ્રતિદિન કેસો માં સતત વધારો થતો જોવા મળી  રહ્યો છે. આ વધતા સંક્રમણને અટકાવવા માટે લોકો સ્વયભું લોકડાઉન(self lockdown) કરી રહ્યા છે .જેથી કોરોના ની ચેન તોડી શકીએ.

  • આણંદમાં  કોરોના સંક્રમણ અટકાવવા માટે કલેકટરએ જાહેરનામું બહાર પાડ્યું જેમાં 21 થી 30 એપ્રિલ સુધી સાંજે 5 થી સવારના 6 વાગ્યા સુધી વ્યાપાર ધંધા બંધ(self lockdown) રાખવાની  અપીલ કરવામાં આવી છે.
  • અરવલ્લી ભિલોડા મા APMC 21 થી 27 સુધી બંધ રહેશે.કોરોના સંક્ર્મણ અટકાવવા યાર્ડ તંત્રનો નિર્ણય ટ્રાયબલ વિસ્તારમાં વધેલા કેસોના કારણે મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે.
self lockdown
  • પાટણ ના  સાંતલપુર બજાર  આજ થી 26 એપ્રિલ સુધી સંપૂર્ણ લોક્ડાઉન કરવામાં આવ્યું .વધતા જતા સંક્રમણને અટકાવવા આ નિર્ણય લેવામાં આવી રહ્યો છે.
  • અરવલ્લી શામળાજી મંદિર   આજ થી 30 એપ્રિલ  સુધી  બંધ (self lockdown) બારણે ભગવાન શામળિયાની થશે પૂજા.કોરોના સંક્રમણ અટકાવવા માટે  આ નિર્ણય લેવામાં આવી રહ્યો છે.
  • અરવલ્લીના બાયડમાં  કોરોના સંક્રમણ અટકાવવા માટે  પાલિકા અને વેપારીઓ દ્વારા નિર્ણય કરવામાં આવ્યો જેમાં 22 એપ્રિલથી 30 એપ્રિલ સુધી  બજારો બંધ રહેશે.
  • રાજકોટમાં કોરોના કેસમાં વધતા  કાલ થી રવિવાર સુધી સોની બજાર બંધ(self lockdown) રહેશે. સૌરાષ્ટ્રનાં વિવિધ એસો.નું બે દિવસ સ્વૈચ્છિક બંધજેમાં  શાપર વેરાવળ GIDC,આજી GIDC, રાજકોટ એન્જિ.એસો.મેટોડા GIDC બુધવારે-ગુરૂવારે સ્વૈચ્છિક બંધ રખાશે.વધતા જતા સંક્રમણને લઈને બનાસ બનાસકાંઠાના પાલનપુરમાં લોકડાઉન 23 થી 27 એપ્રિલ સુધી  રહેશે.
ADVT Dental Titanium
  • બનાસકાંઠા જિલ્લામાં કોરોનાનું સંક્રમણ ખુબજ તેજીથી વધી રહ્યું છે. જેને લઈને જિલ્લાના અનેક મથકોમાં સ્વૈચ્છિક બંધ રખાયો છે, ત્યારે બનાસકાંઠાના મુખ્ય મથક પાલનપુરમાં વધતા જતા કોરોનાને લઈને ગઈકાલે પાલનપુરમાં પ્રાંત અધિકારીની અધ્યક્ષતામાં નગરપાલિકા અને વેપારીઓ વચ્ચે બે વખત બેઠક યોજાઇ હતી. જેમાં સ્વૈચ્છિક નિર્ણય કરાયો હતો કે 20 તારીખથી 22 તારીખ સુધી પાલનપુરમાં સવારે 8 થી સાંજે 4 વાગ્યા સુધી જ દુકાનો ચાલુ રહેશે અને ત્યાર બાદ 23 એપ્રિલથી 27 એપ્રિલ સુધી પાલનપુરમાં સંપૂર્ણ જનતા કરફ્યુ રખાશે. જેને લઈને બાદમાં પાલનપુર તાલુકાના સરપંચો સાથે બેઠક કરીને ગામડાના લોકોને 2 દિવસમાં જરૂરી વસ્તુઓ પાલનપુરમાં આવીને ખરીદી કરવાનું કહેવાયું હતું અને ત્યાર બાદ તેમણે પાલનપુરમાં ન આવવા કહેવાયું હતું.
  • ખેડાના કપડવંજના કેવડિયા ગામે લોકડાઉન(self lockdown) આજ થી 1 મે સુધી બંધ રખાશે. જેમાં  સવારે 6 થી 11 સુધી  દુકાનો બંધ  રહેશે.
  • અરવલ્લીના મોડાસામાં 7 દિવસનું લોકડાઉન.જેમાં આજે રાતથી સાત દિવસ બજારો સ્વૈચ્છિક બંધ રહેશે. કોરોનાનું સંક્રમણ વધતા  આ નિર્ણય લેવામાં આવ્યો છે .જેમાં આ આવશ્યક ચીજવસ્તુઓની જ દુકાનો ચાલુ રહેશે.

આ પણ વાંચો….

કોરોનાના વધતા કેસોના કારણે આ જિલ્લામાં 30 એપ્રિલ સુધી લગ્ન(marriage)ની અનુમતિ નથી- જાણો વિગત